ગુજરાત

gujarat

ETV Bharat / state

શહીદોને શ્રદ્ધાંજલિ: બીલીમોરામાં 6 હજાર વિદ્યાર્થીએ શિક્ષણકાર્ય બંધ કર્યું - teaching

નવસારી: જમ્મુ-કાશ્મીરના પુલવામાના અવંતીપોરામાં થયેલા CRPF જવાનો પરના IED હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે, ત્યારે આ સમગ્ર ઘટનામાં 42 જવાનો શહીદ થયા છે, જ્યારે 40થી વધુ જવાનો ઘાયલ થયા છે.

Navsari

By

Published : Feb 15, 2019, 10:31 PM IST

દેશના જવાનો પર થયેલા કાયરતાપૂર્ણ હુમલો કરી હત્યા કરનારા આતંકવાદ વિરૂદ્ધ લોકોમાં આક્રોશનો જ્વાળા ભભૂકી રહ્યો છે. જેમાં નવસારીના બીલીમોરા વિભાગ કેળવણી મંડળના 6 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ હુમલામાં શહીદ થયેલ CRPFના જવાનો માટે મૌન પાડવામાં આવ્યું હતું. જેમાં 2 મિનિટ સુધી શિક્ષણ કાર્ય ઠપ્પ કરીને મૌન પાડી અમર જવાનના ટેબલો પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Navsari

આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી હતી કે, આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેઓને જડબાતોડ જવાબ આપવામાં આવે છે. આ સાથે જ તેઓ સામે કડકાઈ પૂર્વક પગલાં લેવાની માગ પણ કરી છે.


ABOUT THE AUTHOR

...view details