ગુજરાત

gujarat

ETV Bharat / state

મક્કમ મનોબળથી ગુરુ વિના પોતાના ધ્યેયને પ્રાપ્ત કરતી નવસારીની એકલવ્ય - Tribal Girl ITBP Selection in Navsari

નવસારીની એક દીકરીએ પોતાના પિતાનું સપનું (Navsari girl in army) પૂરું કર્યું છે. આ દીકરી ITBP પસંદગી પામી હરિયાણા સ્થિત બેઝ કેમ્પમાં તાલીમ અર્થે જવા નીકળી છે. શું છે સમગ્ર રસપ્રદ વાત જૂઓ. (Tribal Girl ITBP Selection in Navsari)

નવસારીની દીકરી ITBPમાં પસંદગી થતાં ગ્રામજનોએ ગર્વ સાથે આપી વિદાય
નવસારીની દીકરી ITBPમાં પસંદગી થતાં ગ્રામજનોએ ગર્વ સાથે આપી વિદાય

By

Published : Dec 14, 2022, 10:26 PM IST

નવસારીની આદિવાસીની દીકરી ITBPમાં પસંદગી થઈ

નવસારી : શહેરમાં એક આદિવાસી પિતાએ દેશ કાજે પોતાના બે સંતાનોમાંથી કોઈ (Navsari girl in army) એક પોતાને સમર્પિત કરે એવું સપનું સેવ્યું હતું. જેને પોતાના મનમાં ગાંઠ બાંધી ચૂકેલી દિકરીએ નબળી પરિસ્થિતિ વચ્ચે પૂર્ણ કર્યુ છે. ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસમાં (ITBP) પસંદગી પામી હરિયાણા સ્થિત બેઝ કેમ્પમાં તાલીમ અર્થે જવા નીકળી છે.(Tribal Girl ITBP Selection in Navsari)

પિતા ઘરે ન આવતાં પરિવાર નિરાધાર બન્યો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું નાનકડું ગામ કછોલી. કછોલીના સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલી ધર્મિષ્ઠા રમેશ નાયકા ભારતીય સેનાની ITBPમાં પસંદગી પામી છે. મજૂરી કરીને જીવન વ્યતીત કરતા સામાન્ય આદિવાસી પરિવારે દિકરી ધર્મિષ્ઠાને B.Com સુધી ભણાવી, પણ ધર્મિષ્ઠાના મનમાં પિતા રમેશ નાયકા તરફથી દેશ સેવાના રોપાયેલા બીજ અંકુરિત થઈ રહ્યા હતા. 7 વર્ષ પૂર્વે વહાણમાં માછીમારી કરવા ગયેલા પિતા રમેશભાઈ ઘરે પરત ન આવતાં પરિવાર નિરાધાર બન્યો હતો. (Navsari Girl ITBP Selection)

આ પણ વાંચોમાવતર બન્યા કમાવતર, દીકરી ખોટ સાથે પેદા થતા માતા-પિતાએ જ તરછોડી

ગુરુ વિના એકલવ્યની તૈયાર ધર્મિષ્ઠાના માતા અને ભાઈએ મજૂરી કરી દીકરીના સપનાને વ્હાલ અને પ્રોત્સાહનથી સિંચ્યું. સૈન્યમાં જવાની ઈચ્છા પણ તાલીમ લેવાની સ્થિતિ નહીં, તેમ છતાં ધર્મિષ્ઠાએ મક્કમ મનોબળ સાથે ગામમાં જ મામાના માર્ગદર્શનમાં દોડ તેમજ કસરત કરી, સાથે જ યુટ્યુબ વીડિયોની મદદથી ગુરુ વિના એકલવ્યની જેમ સૈન્ય પરીક્ષા માટે પોતાને તૈયાર કરી હતી. દોઢ વર્ષની સખત મહેનત બાદ ગત દિવસોમાં સૈન્ય પરીક્ષા આપી અને એમાં ઉત્તીર્ણ થતા મેરીટ અનુસાર ધર્મિષ્ઠાની ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સમાં પસંદગી થઈ છે. (Navsari girl in army)

આ પણ વાંચોમાતાનું અવસાન થતાં દીકરીએ આપી કાંધ

સૈન્ય પરીક્ષા પાસ કરી ગુજરાતમાંથી 3 દીકરીઓની પસંદગી થઈ, જેમાં નવસારીની ધર્મિષ્ઠા નાયકા એક છે. આ અગાઉ ધર્મિષ્ઠાએ ગુજરાત પોલીસમાં શારીરિક પરીક્ષા પાસ કરી હતી, પણ લેખિત પરીક્ષામાં પાછળ પડી હતી. જોકે અડગતાથી પોતાના લક્ષ્ય સાથે મંડીપડેલી ધર્મિષ્ઠાએ સૈન્ય પરીક્ષા પાસ કરી અને આજે ભારતીય સેનામાં પસંદ થઈ છે. પસંદગી થતા ધર્મિષ્ઠા હરિયાણા સ્થિત બેઝ કેમ્પમાં તાલીમ અર્થે જવા રવાના થઈ છે. ધર્મિષ્ઠાને માતા અને ભાઈએ ભારે હૈયે અને ચહેરા પર ખુશી સાથે વિદાય આપી હતી. ગ્રામજનો પણ તેને ઉત્સાહ સાથે વિદાય આપવા પહોંચ્યા હતા અને ભારત માતાકી જય અને વંદે માતરમના નારા લગાવી ગર્વ સાથે ધર્મિષ્ઠા નાયકાને વિદાય આપી હતી. (Girl Police Force of Navsari)

ABOUT THE AUTHOR

...view details