નવસારીના વિજલપોર શહેરના ત્રણ આરોપીએ બિભત્સ તસ્વીરો સોથે ચેડા કરીને પ્રતિષ્ઠિત ઘરની મહિલાના ચહેરાને બિભત્સ તસ્વીર સાથે જોડીને વાયરલ કરી દીધા હતા. જેથી ભોગ બનનારા પરિવારે નવસારી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
નવસારીમાં સાઇબર ક્રાઈમ કરનારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી - સાઇબર ક્રાઈમ
નવસારી: સોશિયલ મીડિયાના ઉંધા રવાડે ચઢેલા યુવાનો પોતાની અંગત અદાવતમાં મહિલાની આબરૂની ચિંતા પણ કરતા હોતા નથી. માનિસક વિકૃતિના શિકાર બનેલા યુવાનો ફેસબુક પર બિભત્સ તસ્વીરોમાં પ્રતિષ્ઠિત મહિલાના ચહેરાઓ ગોઠવીને બદનામ કરવાના કારસાઓ રચતા હોય છે. તેવા જ કારસ્તાન કરનારા 3 ઈસમની વિજલપોર પોલીસે ધરપકડ કરી છે.
નવસારીમાં સાયબર ક્રાઈમ કરનાર 3 આરોપીની ધરપકડ કરવામાં આવી
ફરિયાદના આધારે પોલીસની સાઇબર એક્સપર્ટ ટીમે ઘટનાને અંજામ આપનારા ટીમનું રેકેટ શોધી કાઢ્યું અને 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.