ગુજરાત

gujarat

ETV Bharat / state

મોબાઇલ ડિલર એસોસીએશને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી દુકાન ખોલવાની કરી માંગ - Additional District Collector

નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં રાત્રિ કરફ્યુ સાથે આંશિક લોકડાઉનના નિયંત્રણોને 18 મે સુધી લંબાવવામાં આવ્યા છે. જેથી વેપારીઓને આર્થિક સંકડામણનો સામનો કરવો પડે છે. નવસારી મોબાઇલ ડિલર એસોસિએશન સાથે સંકળાયેલા દુકાનદારોએ આજે નવસારી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી બપોર સુધી દુકાનો ખોલવા માટેની મંજૂરી માંગી છે.

અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

By

Published : May 13, 2021, 10:16 AM IST

  • મોબાઇલ એસોસિએશને અધિક જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
  • આંશિક લોકડાઉનને કારણે વેપારીઓ આર્થિક સંકડામણમાં
  • ઓનલાઈન મોબાઈલનું વેચાણ ચાલતા સ્થાનિક દુકાનદારોને મોટુ નુકસાન

નવસારી :વિજલપોર શહેરમાં રાત્રિ કરફ્યુ સાથે આંશિક લોકડાઉનના નિયંત્રણોને 18 મે સુધી લંબાવવામાં આવ્યા છે. જેને કારણે નવસારી મોબાઇલ ડિલર એસોસિએશન સાથે સંકળાયેલા દુકાનદારોએ આજે નવસારી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી બપોર સુધી દુકાનો ખોલવા માટેની મંજૂરી માંગી છે.

અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

આ પણ વાંચો : જૂનાગઢની માંગનાથ રોડના વેપારીઓએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો

ઓનલાઇન મોબાઇલ અને એસેસરિઝના વેચાણ પર પ્રતિબંધ

અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓનલાઇન મોબાઇલ અને એસેસરિઝના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે.આંશિક લોકડાઉનના કારણે વેપારીઓ આર્થિક સંકડામણમાં મુકાય છે. ઓનલાઇન મોબાઇલ અને એસેસરીઝનો વેપાર ચાલતા સ્થાનિક દુકાનદારોને મોટું નુકશાન વેઠવું પડે છે.

આ પણ વાંચો : નવસારીમાં આંશિક લોકડાઉનથી આર્થિક સંકટમાં પડેલા દુકાનદારોએ દુકાનો ખોલી, પોલીસે કરાવી બંધ

ABOUT THE AUTHOR

...view details