- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકા પંચાયતો ગુમાવી
- કોંગ્રેસી આગેવાનોએ 3 કિ.મી લાંબી જન આક્રોશ રેલી યોજીને નોંધાવ્યો વિરોધ
- ચીખલી પ્રાંત મારફતે રાષ્ટ્રપતિને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર
નવસારીમાં કોંગ્રેસે ગઢ ગુમાવતા EVMના વિરોધમાં જન આક્રોશ રેલી યોજી - Gujarat News
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવસારીમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો ગુમાવી દેતા ચીખલી ખાતે કોંગ્રેસ દ્વારા EVM વિરૂદ્ધ જન આક્રોશ રેલી યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
નવસારીમાં કોંગ્રેસે પોતાનો ગઢ ગુમાવતા EVMના વિરોધમાં જન આક્રોશ રેલી યોજી
નવસારી: જિલ્લાના આદિવાસી પટ્ટામાં કોંગ્રેસનો દબદબો હોવાને કારણે ત્રણ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન હતુ અને જિલ્લા પંચાયતમાં પણ મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ હતી. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે આદિવાસી પટ્ટાની ત્રણેય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પણ મોટાભાગની બેઠકો ગુમાવતા EVMમાં ગડબડી હોવાના આક્ષેપો સાથે ચીખલી કોલેજ સર્કલથી 2 કિ.મી લાંબી જન આક્રોશ રેલી યોજીને ચીખલી પ્રાંત તરફથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.