ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં 100 વર્ષની ઐતિહાસિક નેરોગેજ ટ્રેન 4 સપ્ટેમ્બરથી ફરી દોડશે - કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ

100 વર્ષથી વધુનો ઈતિહાસ જાળવી રહેલા બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનના પાટાઓ પર દોઢ વર્ષથી બંધ થયેલી નેરોગેજ ટ્રેન હવે ફરી એક વાર 4 સપ્ટેમ્બરથી દોડશે. ટ્રેન શરૂ થવા અંગેની જાહેરાત કેન્દ્રના રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી હતી.

નવસારીમાં 100 વર્ષની ઐતિહાસિક નેરોગેજ ટ્રેન 4 સપ્ટેમ્બરથી ફરી દોડશે
નવસારીમાં 100 વર્ષની ઐતિહાસિક નેરોગેજ ટ્રેન 4 સપ્ટેમ્બરથી ફરી દોડશે

By

Published : Aug 31, 2021, 1:13 PM IST

  • નવસારીમાં બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન ફરી શરૂ થશે
  • 100 વર્ષથી વધુનો ઈતિહાસ ધરાવતી આ ટ્રેન 4 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે
  • કેન્દ્રિય રેલવે રાજ્ય પ્રધાન દર્શના જારદોશે સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
  • દોઢ વર્ષથી વધુ સમયથી બંધ થયેલી નેરોગેજ શરૂ થવાની વાતથી આદિવાસીઓમાં ખુશી
  • નેરોગેજ ટ્રેનમાં આધુનિક સુવિધાથી સજ્જ ડબ્બાઓ પણ જોડાશે

નવસારીઃ 100 વર્ષથી વધુનો ઇતિહાસ જાળવી રહેલા બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનના પાટાઓ પર દોઢ વર્ષથી બંધ થયેલી નેરોગેજ ટ્રેન 4 સપ્ટેમ્બરથી ફરી દોડશે. ટ્રેન શરૂ થવા અંગેની જાહેરાત કેન્દ્રના રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશે આજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે. નેરોગેજ શરૂ થવાની જાહેરાત થતા જ આદિવાસીઓમાં ખુશી જોવા મળી છે.

નેરોગેજ ટ્રેનમાં આધુનિક સુવિધાથી સજ્જ ડબ્બાઓ પણ જોડાશે

આ પણ વાંચો-આજે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ દ્વારા સુરતથી મહુવા ટ્રેનને અપાઇ લીલી ઝંડી

ડાંગના સાગી લાકડા મેળવવા શરૂ થયેલી નેરોગેજ ટ્રેન ઐતિહાસિક ધરોહર

અંગ્રેજી શાસનમાં સાગી લાકડા માટે શરૂ કરવામાં આવેલી ડાંગના વઘઈથી નવસારીના બીલીમોરા સુધીની નેરોગેજ ટ્રેન 100 વર્ષોથી વધુ સમય પૂરો કરી ચૂકી છે. શરૂઆતમાં લાકડા લાવતી ટ્રેન આજે આદિવાસીઓ માટે જીવાદોરી સમાન છે. રોજના ડાંગના ઘણા આદિવાસીઓ વેપાર કે રોજગાર અર્થે નેરોગેજ ટ્રેનમાં બીલીમોરા સુધી આવે છે અને અહીં વેપારીઓ પણ નેરોગેજ મારફતે ડાંગ પહોંચે છે. જ્યારે પ્રવાસીઓ માટે પણ ઐતિહાસિક નેરોગેજ ટ્રેન આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષો વિતવા સાથે જ નેરોગેજને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી મહારાષ્ટ્રના માનમાડ સુધી લંબાવવાની કરોડોની યોજના પણ ભારતીય રેલવે મંત્રાલય (Ministry of Indian Railways) દ્વારા બનાવવામાં આવી હતી. જોકે, કોઈક કારણસર ક્રિયાન્વિત ન થઈ શકી.

કેન્દ્રિય રેલવે રાજ્ય પ્રધાન દર્શના જારદોશે સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
આ પણ વાંચો-બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાથી વાપી સુધીના રેલવે ટ્રેક માટે ટેન્ડર બહાર પડાયું, જાણો કેવા હશે ટ્રેનના કોચ...

બંધ થયેલી નેરોગેજ ટ્રેન શરૂ કરવા કોંગી ધારાસભ્ય સાથે આદિવાસીઓએ છેડ્યું હતું આંદોલન

તો આ તરફ નેરોગેજને ઓછા પ્રવાસી મળવાના કારણે ખોટ કરતી હોવાથી એને બંધ કરવાનું પશ્ચિમ રેલવે નિર્ણય કરી ચૂકી હતી, પરંતુ ઐતિહાસિક ધરોહર અને આદિવાસીઓ માટે આજે પણ કામની હોવાથી ટ્રેન પાટે દોડતી રહી હતી. દરમિયાન કોરોના કાળમાં બંધ થયેલી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનને શરૂ કરવામાં આવી ન હતી. આના કારણે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસીઓ સાથે મળી ટ્રેનના રૂટ પર આવતા ગામડાઓના સ્ટેશનો પર વિરોધ પ્રદર્શન કરી વહેલી તકે નેરોગેજ ટ્રેન શરૂ કરવાની માગ કરી હતી. જેમાં 4 મહિના અગાઉ પશ્ચિમ રેલવેના DRMએ એસી કોચ સાથે બીલીમોરા-વઘઈ વચ્ચે ટ્રાયલ રન મારતા ટ્રેન શરૂ થવાનો ગણગણાટ ઉઠ્યો હતો. જોકે, રેલવેએ નેરોગેજ ટ્રેન ક્યારે શરૂ થશે એનો કોઈ અણસાર આપ્યો ન હતો.

રોગેજ ટ્રેનમાં આધુનિક સુવિધાથી સજ્જ ડબ્બાઓ પણ જોડાશે
રેલવે રાજ્ય પ્રધાને નેરોગેજ શરૂ થવાની જાહેરાત કરતા આદિવાસીઓમાં ખુશી

વડાપ્રધાન નરેન્દ્રમોદીના પ્રધાન મંડળમાં હાલમાં જ રેલવે રાજ્ય પ્રધાન બનેલા સુરતના સાંસદ દર્શના જારદોશે આદિવાસીઓ માટે જરૂરી કહી શકાય એવી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન શરૂ કરવાની માગને ધ્યાને રાખી છે. આ સાથે જ સાંસદે 4 સપ્ટેમ્બર (શનિવાર)થી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન નવા અને સુવિધાસભર ડબ્બાઓ સાથે શરૂ થશેની તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેરાત કરી છે, જેને જોતા જ નવસારી અને ડાંગના વેપારીઓમાં ખુશી છવાઈ છે. ખાસ કરીને આદિવાસીઓ નેરોગેજ શરૂ થતા તેમને મોટી રાહત મળવાની આશા સેવી રહ્યા છે.

સરકારના નિર્ણયને કોંગી ધારાસભ્યએ આવકાર્યો

નેરોગેજ ટ્રેન શરૂ થવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજની જીત ગણાવી સરકારના ટ્રેન શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો છે. આ સાથે જ તેમણે નેરોગેજને બ્રોડગેજમાં બદલીને યોજના મુજબ, મનમાડ સુધી દોડાવવામાં આવે એવી સરકારમાં રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવી છે, જેથી મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે શાકભાજી તેમ જ અન્ય વેપારને વેગ મળે અને સાથે જ બંને રાજ્યો વચ્ચે પ્રવાસનનો પણ વિકાસ થાય એવી આશા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details