તાલુકા પંચાયત ગણદેવી આયોજિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી"વિષય આધારિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન તાલુકા કક્ષાનો, ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ મેળો ગણદેવી તાલુકાના ધોલાઈ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થય અને સ્વછતા, સંસાધન વ્યવસ્થાપન,કચરાનું વ્યવસ્થાપન અને પરિવહન પ્રત્યાયન જેવા વિવિધ વિષયો પર જિલ્લાભરની શાળા માંથી 212 જેટલી કૃતીઓ ચિખલી,વાંસદા,ગણદેવી,નવસારી ખાતે રજૂ કરવામાં આવી હતી.
નવસારીમાં ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી વિષય આધારિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું - વિજ્ઞાન-ગણિત પ્રદર્શન
નવસારીઃ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ તાલુકા પંચાયત ગણદેવી આયોજિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી"વિષય આધારિત વિજ્ઞાન-ગણિત પ્રદર્શન નવસારી જિલ્લામાં યોજાયું હતું. જેમાં જિલ્લાની 300 જેટલી શાળાએ ભાગ લીધો હતો. જેમાં 212 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ કરવામાં આવી હતી. જેમાં ગણદેવી તાલુકાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન તાલુકાની ધોલાઈ પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતું.
સ્પોટ ફોટો
જેમાં કૃષિ અને સજીવ ખેતીના વિષય તેમજ "ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી" આધારિત રજુ કરવામાં આવેલી કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ મોડેલો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમજ વિવિધ વિષયો પર જિલ્લાભરની શાળા માંથી રજુ કરવામાં આવેલ 212 જેટલી કૃતી માંથી શ્રેષ્ઠ કૃતિને રાજ્યકક્ષાએ પ્રતિયોગિતામાં મોકલવામાં આવશે.