- ગામમાં 14મા નાણાપંચ હેઠળ આવેલા ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાની ઉચાપત
- ચીખલી ગામના સરપંચ અને તલાટીએ ભેગા મળીને 70.80 લાખ રૂપિયા પચાવી પાડ્યા
- પોલીસે સરપંચ અંકિત પટેલ અને તલાટી નાથુ બિરારીની ધરપકડ કરી હતી
નવસારીઃ એક તરફ નવસારીના સાંસદ સી. આર. પાટીલ પોતાના આદર્શ ગામ ચીખલી અંગે દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે. તો બીજી તરફ તેમના જ ગામ ચીખલીમાં સરપંચ અને તલાટીએ ભેગા મળીને નાણાપંચે ફાળવેલી ગ્રાન્ટમાંથી 70.80 લાખ રૂપિયાની ઉચાપત કરી છે. ચીખલી ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ અંકિત પટેલ ગામને વિકાસકાર્યોની ગ્રાન્ટના લાખો રૂપિયા ચાઉં કરી ગયો હતો.
આ પણ વાંચોઃ10 ટકા માસિક વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ત્રણ આરોપીની ધડપકડ
સરકારે વર્ષ 2015-16થી લઈને 15 એપ્રિલ, 2021 સુધીમાં ચીખલીના વિકાસ અર્થે 14મા નાણાપંચની 2.21 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગ્રામ પંચાયતના બેન્ક ખાતામાં જમા થયા હતા, જેમાંથી ગ્રામ પંચાયત દ્વારા ગામ વિકાસના વિવિધ 111 કામો કરાવવાના હતા, પરંતુ ગામમાં 69 વિકાસ કામો પૂર્ણ થયા હતા. જ્યારે 42 કામો રહી ગયા હતા. આ રહી ગયેલા કામના 71.12 લાખ રૂપિયા જે બેન્કમાં જમા હતા. તે બેન્કમાંથી તલાટી અને સરપંચની સહી વગર રૂપિયા નીકળી શકે એમ ન હતા. તે દરમિયાન ગત દિવસોમાં એક કોન્ટ્રાક્ટરને આપેલો ચેક બાઉન્સ થયા બાદ ચીખલી ગ્રામ પંચાયતના બેન્ક ખાતાના તળિયા દેખાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આમાં ગામના ડેપ્યુટી સરપંચ દિપ્તિબેન શાહે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી.