નવસારીઃ ભારતમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન બાદ અર્થતંત્ર પર માઠી અસર થઈ છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું છે. ત્યારે ‘પડ્યા પર પાટું’ જેવી સ્થિતિ લોકોની થઇ છે. આ બધા વચ્ચે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો કરી રહી છે. ક્રૂડ ઑઇલના ભાવ ઓછા હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધીને 80 રૂપિયા નજીક પહોંચ્યા છે, ત્યારે નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના વાંસદામાં આજે સોમવારે કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસીઓએ બળદગાડા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સમાચારના મહત્વના મુદ્દા
- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે મધ્યમવર્ગીય લોકો મુશ્કેલીમાં મૂકાયા
- ભાવ વધારાને લઇ નવસારી કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ
- કોંગી કાર્યકરોએ બળદગાડા સાથે રેલી યોજી
- કાર્યકરોએ રાષ્ટ્રપતિને આવેદન પાઠવ્યું