ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી-વિજલપોર નગરપાલિકાની સમસ્યા અને તેનું સમાધાન - The problem is yours, the solution is yours

વિજલપોર નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ વિસ્તાર વધ્યો, જેની સાથે શહેરની સમસ્યાઓમાં પણ વધારો થયો હતો. ત્યારે શહેરની મુખ્ય સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે પાલિકાના નવા શાસકોએ શુ કરવું જોઈએ. એ વિશે નવસારી-વિજલપોરના યુવાનોએ પોતાના વિચારો ETV BHARAT ના વિશેષ કાર્યક્રમ " સમસ્યા તમારી, ઉકેલ તમારોમાં રજૂ કર્યા હતા.

નવસારી-વિજલપોર નગરપાલિકાની સમસ્યા અને તેનું સમાધાન
નવસારી-વિજલપોર નગરપાલિકાની સમસ્યા અને તેનું સમાધાન

By

Published : Feb 4, 2021, 10:56 PM IST

  • શહેરની પ્રાથમિક સમસ્યાઓનું યુવાનોએ જણાવ્યું સમાધાન
  • પાલિકાના શાસકોએ ચૂંટણીલક્ષી નહીં, પણ ખરા અર્થમાં શહેર વિકાસ કરવાની જરૂર
  • ETV BHARAT સાથે યુવાનોએ રજૂ કર્યા પોતાના વિચારો

નવસારીઃ વિજલપોર નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ વિસ્તાર વધ્યો, જેની સાથે શહેરની સમસ્યાઓમાં પણ વધારો થયો હતો. ત્યારે શહેરની મુખ્ય સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે પાલિકાના નવા શાસકોએ શુ કરવું જોઈએ. એ વિશે નવસારી-વિજલપોરના યુવાનોએ પોતાના વિચારો ETV BHARAT ના વિશેષ કાર્યક્રમ " સમસ્યા તમારી, ઉકેલ તમારોમાં રજૂ કર્યા હતા.

નવસારી-વિજલપોર નગરપાલિકાની સમસ્યા અને તેનું સમાધાન

પાણી સમસ્યાના નિવારણ માટે પૂર્ણાં નદી પર ટાઈડલ ડેમ જરૂરી

નવસારીના વિસ્તરણ બાદ 8 ગામો અને વિજલપોર પાલિકાનો નવનિર્મિત નવસારી-વિજલપોર નગરપાલિકામાં સમાવેશ થયો છે. જેથી નવા શહેરની મુખ્ય સમસ્યાઓમાં પાણી સમસ્યા મોખરે છે. વર્ષો અગાઉ શરૂ થયેલી મધુરજળ યોજના પાલિકા કરોડો રૂપિયા ખર્ચીને પણ સાકાર કરી શકી નથી. આજે પણ શહેરના ઘણા વિસ્તારોમાં ઓછા દબાણે કે, દૂષિત પાણી આવવાની ફરિયાદો ઉઠતી રહી છે, ત્યારે શહેરીજનોને પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહેએ માટે પાલિકાએ પૂર્ણા નદી પર વહેલી તકે ટાઈડલ ડેમ બાંધી, શહેરની પાણી સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ.

પૂર્ણા નદીને પ્રદૂષિત થતી અટકાવવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્રિયાન્વિત કરવાની જરૂર

નવસારી શહેરમાં વિજલપોર સાથે 8 ગામડા ભળ્યા છે, જેથી શહેરની ગટર યોજના દુરસ્ત કરવા સાથે જ નવી યોજનાની પણ જરૂર પડશે. હાલ શહેરનું દૂષિત પાણી સીધુ પૂર્ણાં નદીમાં છોડવામાં આવે છે. નવસારી પાલિકાના પૂર્વ શાસકોએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પ્રોજેકટ મંજૂર તો કરાવ્યો, પણ હજી કાગળ પર છે. થોડા દિવસો પૂર્વે એસટીપીનું ખાતર્મુહૂત ઉતાવળે કરવામાં આવ્યું હતું પણ સાચા અર્થમાં પ્લાન્ટ કાગળોમાંથી જમીન પર સાકાર થાય, તો નદી પ્રદૂષિત થતી અટકી શકે

ગાયકવાડી રાજના શહેરમાં ટ્રાફિક સમસ્યા

ગાયકવાડી રાજના નવસારીમાં સાંકડી ગલીઓ અને રસ્તાઓ છે. જેમાં ટીપી સ્કીમ વિનાનું વિજલપોર ભળવા સાથે ગામડાઓ પણ જોડાયા છે, ત્યારે શહેરની સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. દિવસે દિવસે વધતા વાહનોને કારણે ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે. જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનતી જાય છે. જેના નિરાકરણ માટે શહેરમાં બનનારા બંને ઓવરબ્રિજ જે વર્ષોથી બન્યા નથી, એ વહેલા બને તો ચોમાસામાં શહેરણ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં લાગતી વાહનોની લાંબી કતારોમાંથી લોકોને રાહત મળી શકે સાથે જ શહેરમાં પાલિકાએ બનાવેલા અને બિનઉપયોગી પે એન્ડ પાર્કને ઉપયોગી બનાવવા જોઈએ સાથે જ નવા વિસ્તસરોમાં પણ પે એન્ડ પાર્ક બનેએ જરૂરી છે.

વિજલપોરમાં ટીપી અમલી બનાવી સર્વાંગી વિકાસ કરે પાલિકા

20 વર્ષોથી અધિક સમયથી વિજલપોર પાલિકામાં શહેર વિકાસ માટે ટાઉન પ્લાનિંગ જ ન હતી. જેના કારણે પૂર્વ વિજલપોર સહિત પશ્ચિમમાં પણ ઘણા વિસ્તારોમાં આડેધડ બાંધકામો થવાથી, ગલીઓ અને રસ્તાઓ સાંકડા બન્યા છે. જેમાં પણ રસ્તાની બાજુમાં બનેલી ફુટપાથ પર દબાણ પણ થતું રહે છે. જેના કારણે વિજલપોરમાં પણ ટ્રાફિક સમસ્યા વિકરાળ છે. જ્યારે વિજલપોરમાં ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ કે ફાયર ફાઈટરો પણ જઈ ન શકે એવી હાલત છે. જેથી પ્રથમ વિજલપોરમાં ટીપીનો અમલ કરવા સાથે શહેર વિકાસમાં ગેરકાયદેસર બનેલા બાંધકામો કે દબાણો દૂર કરવા જોઈએ.

વિજલપોરમાં લાયબ્રેરી, સુવિધાયુક્ત શાળા માટે થાય પ્રયાસ

વિજલપોર શહેર નવસારીમાં ભળ્યા બાદ હવે નવસારી-વિજલપોર પાલિકાના શાસકો શિક્ષણ પ્રત્યે સજાગ બનેએ જરૂરી છે. જેમાં પણ વિજલપોરમાં લાયબ્રેરી બને, તો વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચી શકે અને પરીક્ષાની તૈયારીઓમાં પણ ઉપયોગી બની શકે સાથે જ જેમ નવસારીમાં કરોડો રૂપિયાના ખર્ચે સુવિધાયુક્ત શાળાઓ બની છે. એવી જ શાળાઓ વિજલપોરમાં પણ બને તો અહીંના બાળકોને પણ વિનામૂલ્યે સુવિધાયુક્ત શિક્ષણ મળી શકે.

રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ નવી પાંજરાપોળ

નવસારી શહેરની સાથો સાથ વિજલપોર અને નવા જોડાયેલા ગામડાઓમાં પણ રખડતા ઢોરની મોટી સમસ્યા છે. રખડતા ઢોરોની લડાઈમાં લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો હતો. રખડતા ઢોરની સમસ્યાને કારણે પાલિકાના સીઓ અને તત્કાલીન કારોબારી પ્રમુખ પર પોલીસ ફરિયાદ પણ થઈ છે અને મામલો કોર્ટમાં પણ છે. જેથી ઢોરોની સમસ્યાના નિરાકરણ માટે પાલિકાના નવા શાસકો પાંજરાપોળ બનાવવા માટે કલેક્ટર પાસેથી જમીન મેળવે, પાંજરાપોળ બનાવવાની યોજના બનાવે અથવા તો લોક સહયોગથી નવી પાંજરાપોળ બની શકે. જેથી રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ આવી શકે.

ABOUT THE AUTHOR

...view details