નવસારી : ચીખલી તાલુકાના સરૈયા ગામ નજીક ગોજારો અકસ્માત સર્જાતા બે લોકોના મૃત્યુ (Accident near Saraiya village) નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અકસ્માતના બનાવો અવારનવાર સતત સામે આવતા રહે છે. ત્યારે ફરી ચીખલી પાસેના અકસ્માતે બધાને હચમચાવી દીધા છે. ચીખલીના સરૈયા ગામે ટ્રક અને ટેમ્પો સામ સામે અથડાચા બે લોકોના મૃત્યુ નિપજ્યા છે. ઘટનાની જાણ ચીખલી પોલીસને થતાં બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. (Saraiya Village Truck Tampo Accident)
અકસ્માતોના આંકડાઓનો ગ્રાફનવા વર્ષની શરૂઆતમાં જ નવસારી જિલ્લા માટે અકસ્માતોના આંકડાઓનો ગ્રાફ ઉપર આવ્યો છે. નવસારી જિલ્લામાં હાલ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં બે દિવસમાં અંદાજે ત્રણથી ચાર રોડ અકસ્માત થવા પામ્યા છે. જેમાં એકી સાથે નવ લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નેશનલ હાઇવે નંબર 48 પર થયા હતા. જેમાં પણ કાર અને ટ્રાવેલ્સની બસ વચ્ચે ઓજારો અકસ્માત સર્જાયો હતો. (Truck Tampo Accident case in Chikhli)
આ પણ વાંચોટ્રેનમાંથી ઊતરતી વખતે પ્રવાસીનો પગ લપસ્યો, રેલવે કર્મચારીએ બચાવ્યો જીવ