નવસારીના ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામના બળવંત ટંડેલ કુવૈતના શેખને ત્યાં માછીમારી માટે નોકરી કરતા હતા. જેમની સાથે એમનો નાનો દિકરો નયન પણ માછીમારી કરવા ગયો હતો. ગત 5 મેના રોજ બળવંત ટંડેલ તેમના દિકરા અને વલસાડના દાંતી ગામના યુવાન સાથે કુબ્બર બન્દરેથી બોટ લઈ માછીમારી માટે ગયા હતા. તેઓ દરિયામાંથી માછલી પકડ્યા બાદ બંદરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક સ્થાનિક ચાંચિયાઓએ બળવંત ટંડેલની બોટ પર હુમલો કર્યો હતો અને અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. જેમા બોટ ચલાવતા બળવંતને બે ગોળીઓ વાગતા તેમણે બોટ ઉભી રાખવી પડી હતી. જ્યારે તેમનો દિકરો નયન અને અન્ય યુવાન ગોળીબાર દરમિયાન બોટમાં છુપાઇ જતા બચી ગયા હતા. જો કે, ચાંચીયાઓ દોઢથી બે કલાક સુધી બોટ અટકાવી માછલીઓ, કોમ્પ્યુટર તેમજ 80 દિનારની લૂંટ ચલાવી ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.
કુવૈતના દરિયામાં માછીમારોની બોટ પર ફાયરિંગ સાથે લૂંટ, ઘટનામાં 1 માછીમારનું મોત - gujarat
નવસારી: કુવૈતના દરિયામાં માછીમારી કરીને પરત ફરતા નવસારીના માછીમારોની બોટ પર સ્થાનિક ચાંચીયાઓએ અંધાધુંધ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી. હુમલામાં બોટ ચલાવતા નવસારીના ખપરવાડાના બળવંત ટંડેલને બે ગોળીઓ વાગતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે હુમલામાં અન્ય બે માછીમારો છુપાઇ જતા તેમનો બચાવ થયો હતો.
ચાંચીયાઓના હુમલા બાદ નયન અને અન્ય યુવાન બોટને કુબ્બર બંદરે લાવ્યા હતા અને ત્યાંથી ભાઇ દિપેશ સાથે પિતાને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા બળવંત ટંડેલનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પણ એક ગોળી પેટ સુધી પહોંચી જતા 6 દિવસની સારવાર બાદ બળવંત ટંડેલનું મોત નિપજ્યું હતું. જ્યાંથી સ્થાનિક NGO અને ભારતીય દુતાવાસની મદદથી પાંચ દિવસે બળવંત ટંડેલના મૃતદેહને ખાપરવાડા લાવવામાં આવ્યો હતો અને તેમના અંતિમ સંસકાર કરવામાં આવ્યા હતા. બળવંતના અવસાનથી તેમનો પરીવાર આઘાતમાં છે. જો કે, ભારત સરકાર મૃતક બળવંતનો પરિવાર કુવૈત સરકારમાં વાત કરીને તેમને ન્યાય અપાવે એવી અપેક્ષા સેવી રહ્યો છે.