'વાયુ' વાવાઝોડાની ‘એસી કી તેસી’, દરિયામાં મોજ માણી રહ્યા છે સહેલાણીઓ, તંત્ર બેદરકાર - gujarati news
નવસારીઃ વાયુ ચક્રવાતે હવામાન વિભાગ સાથે વહીવટી તંત્રને ચકરાવે ચઢાવીને એલર્ટ કરી દીધા છે. 24 કલાકમાં ક્યારે પણ વાવાઝોડું ગુજરાતના દરિયાઈને તોફાની બનાવી શકે છે. જેના પગલે રાજ્યનું તંત્ર સાવચેત થયું છે.
નવસારી વહીવટી તંત્ર માત્ર સૂચના આપવામાં જ સાવચેત છે. તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. દાંડીનો દરિયા કિનારે વહીવટીતંત્ર સુરક્ષાઓનો દાવો પોકળ સાબિત થઇ રહ્યો છે. બિંદાસપણે વાયુ નામના વાવાઝોડાની અસરથી અજાણ્યા લોકો દરિયામાં ન્હવાની મોજ માણી રહ્યા છે. કોઈ અઇચ્છનીય ઘટના બને તો કોણ જવાબદાર તે જોવા જેવી વાત બની છે. જેને લઇને તંત્ર માત્ર ચેતવણી આપીને સંતોષ માની રહ્યું છે. પરંતુ, ઐતિહાસિક દાંડી ગામે દરિયામાં ન જવા માટે કોઈપણ કર્મીને બેસાડ્યા સુધ્ધાં પણ ન. ત્યારે જિલ્લા સમાહર્તાની સુરક્ષાઓની પોલ ખુલી ગઈ છે. દરિયામાં ફરવા આવેલા લોકો સાથે કોઈ અનઇચ્છનીય ઘટના બને તો શું કરવું તે લગભગ ઘટના બાદ જાગતા તંત્રને જ ખબર પડશે.