- ભાજપ પ્રદેશ પ્રમુખે પેજ કમિટીના પ્રમુખ બનવાની કાર્યકર્તાના ઉત્સાહ અંગે કરી રમૂજ
- ભાજપ પ્રદેશ પ્રમુખની રમૂજે સરપંચ સંવાદમાં હાસ્ય રેલાવ્યુ
- પેજ પ્રમુખ સાથે ભારત સરકાર લખાવવું કાર્યકર્તાનો અધિકાર પણ ગણાવ્યો
નવસારી : ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સમગ્ર રાજ્યની વિધાનસભા બેઠક અનુસાર પેજ કમિટીઓ બનાવી 80 લાખ લોકોને જોડવાનો પ્રયાસ કર્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં પેજ કમિટીના પ્રમુખો બન્યા બાદ એક કાર્યકરે પોતાની મોપેડ પર પેજ પ્રમુખ બીજેપી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાવેલો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને રવિવારે સરપંચ સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખે સરપંચો સામે રમૂજ કરી હાસ્ય રેલાવ્યુ હતું.
મોપેડ પર પેજ પ્રમુખ સાથે ભારત સરકાર લખનારા ભાજપના કાર્યકર્તાઓના ઉત્સાહ પર પાટીલે કરી રમૂજ મોબાઈલમાં મોપેડનો ફોટો બતાવી કરી રમૂજ
ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે પેજ કમિટીઓ બનાવવા માટેનું અભિયાન છેડ્યું છે. કમિટીમાં 5 સદસ્યો સાથે પેજ પ્રમુખ પણ નિયુક્ત કરવામાં આવે છે. વાયુ વેગે પેજ કમિટી બનાવવાની કામગીરીને પૂર્ણ કરી છે. પેજ પ્રમુખોને આઇ-કાર્ડ પણ આપ્યા છે. ભાજપ એક બુથ પર 30 પેજ કમિટીઓ બનાવી અંદાજે 80 લાખ લોકોને ભાજપ સાથે જોડાવા માંગે છે, જેથી ચૂંટણીમાં બહુમત મળી શકે. જોકે, પેજ પ્રમુખ અને તેને આઇ-કાર્ડ અપાતા ઘણા કાર્યકર્તાઓ અતિઉત્સાહી બન્યા છે. જેમાં સૌરાષ્ટ્રના એક કાર્યકરે પેજ પ્રમુખ બન્યા બાદ અતિ ઉત્સાહમાં પેજ પ્રમુખ "BJP, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા" લખાવ્યુ છે. મોપેડ પર લખાણનો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેનો રવિવારે નવસારીમાં પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઉલ્લેખ કરી કાર્યકર્તાના ઉત્સાહ પર રમૂજ કરી હતી. જોકે, તેની સાથે તેમને હાસ્યમાં જ એને અધિકાર હોવાની વાત પણ કરી હતી.