પારસીઓએ ઉજવ્યું ધામધૂમથી નૂતનવર્ષ નવસારીઃ ઈરાનમાં સાતમી સદીમાં મુસ્લિમ શાસનની શરૂઆત થતા જ ખૂબ મોટા પ્રમાણમાં ધર્માંતરણ શરૂ કરાયું. જેથી પારસીઓ લગભગ 1200 વર્ષ પહેલા પોતાનો ધર્મ બચાવવા માટે પવિત્ર અગ્નિ આતશ બહેરામ લઈ ઈરાન છોડીને ભારત તરફ પ્રયાણ કર્યું.
ભારતમાં લીધો આશરોઃ આજથી લગભગ 1200 વર્ષ પહેલા ઈરાનથી આવી સંજાણ બંદર ખાતે ઉતરી ભારતમાં દુધમાં સાકર ભળે તેમ પારસી સમાજે ભારત દેશમાં વસવાટ કર્યો છે. ભારતને કર્મભૂમિ સાથે વતનની જેમ યોગદાન આપી ઋણ અદા કર્યું છે. ખાસ કરીને પારસીઓ દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં સ્થાયી થયા છે. પોતાના વતન ઈરાનમાં સારી શહેર આવેલું છે તેવું શહેર લાગતા નવી સારી નામ દક્ષિણ ગુજરાતના નવસારીને આપ્યું. નવી સારી આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે. નવસારીને પોતાની કર્મભૂમિ બનાવી માયાળુ પારસી સમાજે અહીં ઘણો વિકાસ કર્યો છે.
અમારા નૂતનવર્ષમાં સૌથી પહેલા દરેક પારસી પવિત્ર અગ્નિ આતશ બહેરામને પગે લાગે છે. અગિયારીમાં પારસીઓ પોતાના કુટુંબ, સમાજ અને દેશ માટે દુઆ કરે છે. સૌને નૂતનવર્ષા અભિનંદન પાઠવે છે...હિતોક્ષી જમાદાર(પારસી મહિલા)
અગ્નિદેવ આતશ બહેરામની કરી પૂજાઃ આજે નવા વર્ષ નિમિતે અગ્નિદેવની પૂજા કર્યા બાદ નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી. એક વર્ષના 365 દિવસો હોય છે પરંતુ પારસી સમાજમાં 360 દિવસનું વર્ષ હોય છે. હજારો વર્ષની પારસીઓની પરંપરા અનુસાર કેલેન્ડરના અંતિમ મહિનાના અંતિમ દસ દિવસ મુક્તાદના એટલે કે પૂર્વજોને યાદ કરવાના દિવસો હોય છે. ત્યારબાદ પારસીઓની પતેતી ઉજવે છે. જેમાં વર્ષ દરમિયાન જાણ્યે અજાણ્યે થયેલી ભૂલો માટે પ્રાયશ્ચિત કરેછે. બીજા દિવસે નવા વર્ષ ની ઉજવણી કરે છે. આજે પારસીઓ અગિયારીમાં જઈને 24 કલાક પ્રજવલિત રેહતી અગ્નિને સુખડની લાકડીઓ ધરાવી પૂજા-અર્ચના કરે છે.
એકમેકને શુભેચ્છા પાઠવતા પારસી બંધુઓ ઉદવાડા છે મુખ્ય પવિત્રધામઃઉદવાડા ગામમાં પારસી સમુદાયનું મુખ્ય પવિત્રઘામ આવેલ છે. જેમાં ઈરાનથી લાવેલ અગ્નિ(આતશ) સતત ચાલુ છે. જેની મુખ્ય પૂજા-અર્ચના પારસી સમુદાય દ્વારા કરવામાં આવે છે. નવસારી શહેરમાં પરોઠા બજાર વિસ્તારમાં આવેલા 250 વર્ષ જૂની આતશ બહેરામમાં પારસી ભાઈઓ-બેહનોએ આજ સવારથી આવીને અગનીદેવતાની પૂજા અર્ચના કરી એકબીજાને ૧૩૯3મા પારસી વર્ષની શુભકામના પાઠવી હતી. આજના દિવસે પારસી સમુદાય વિશિષ્ટ વ્યંજનો બનાવી પરિવાર સહિત નવરોજની ઉજવણી કરે છે.
અગિયારીમાં પવિત્ર અગ્નિના કર્યા દર્શન - રજનીકાંતથી લઈને અલ્લુ અર્જુન સુધી, સાઉથ સેલેબ્સે આ રીતે ઉજવી દિવાળી
- Ramadan 2023: સરળ રીતે બનાવી શકાય તેવા સેવૈયા સાથે ઈદની ઉજવણી કરો