ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને પોલીસકર્મીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન - Gujarati News

નવસારીઃ લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ, જવાનો અને પોલીસકર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. નવસારી જિલ્લામાં અલગ-અલગ વિધાનસભા સીટ વાઈઝ વિવિધ જગ્યાઓ પર મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 17, 2019, 1:06 PM IST

જેમાં ગણદેવી,જલાલપોર,નવસારી,વાંસદા આ બધી વિધાનસભા સીટ વાઈઝ લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પર 5000થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. જયારે 3000થી વધુ કર્મચારીઓ બેલેટ પેપરથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં આજે 500થી વધુ અધિકારીઓ, જવાનો અને પોલીસકર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી ચીખલી ખાતે મતદાન કર્યું હતું.

લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ, જવાનો અને પોલીસકર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવોસ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ તેમજ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા સંપૂણ પ્રકારે ચૂંટણીની તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પોતાના મતવિસ્તારથી અન્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

આ સુવિધાઓની સંપૂર્ણ તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. નવસારી લોકસભા બેઠક ઉપર આવતી વિધાનસભા સીટોમાંગણદેવી,જલાલપોર,નવસારી,વાંસદાબેલેટ પેપરથી મતદાન કરવાનો પ્રારંભ કરાયો હતો.જેમાં આજે ગણદેવી વિધાનસભા વિસ્તારના 500થી વધુ કર્મચારીઓએબેલેટ પેપરથી મતદાન કર્યું હતું

ABOUT THE AUTHOR

...view details