ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી લોકસભા બેઠકની મતગણતરી 8 વાગ્યેથી શરૂ - 2039 goverment employes

નવસારીઃ લોકસભા બેઠકની મતગણતરી જલાલપોરના ભૂતસાડ ગામે આવેલી ગાંધી એન્જીનિયરીંગ કોલેજમાં સવારે 8 વાગ્યેથી શરૂ થશે. જેમાં ઉચ્ચ અધિકારી સહિત 2039 સરકારીકર્મીઓ મતગણતરી માટે કામે લાગશે.

hd

By

Published : May 23, 2019, 5:37 AM IST

2019 ચૂંટણી મહાસંગ્રામનું આખરી તબક્કાનું મતદાન પૂરુ થઇ ગયા બાદ આવતીકાલે દેશભરમાં મતગણતરી કરવામાં આવશે. જેના માટે ચૂંટણીપંચે તમામ તૈયારીઓને આખરીઓપ આપી દીધો છે. નવસારી લોકસભા બેઠકની મતગણતરી જલાલપોરના ભૂતસાડ ગામે આવેલી ગાંધી એન્જીનીયરીંગ કોલેજમાં સવારે 8 વાગ્યેથી શરુ થશે.

નવસારી લોકસભા બેઠકની મતગણતરી 8 વાગ્યેથી શરુ થશે

જેમાં ઉચ્ચ અધિકારી 2039 સરકારીકર્મીઓ સહીત મતગણતરી સેન્ટર પર કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે 1 એસ.પી, 3 ડીવાયએસપી, અને 7 પીઆઈ, 30 પીએસઆઈ, 600 કોન્સ્ટેબલ,અને 600 હોમગાર્ડને તૈનાત કરી દેવાશે.

વિધાનસભા વાઇસ રાઉન્ડ

૧) લીંબાયત - ૧૯

૨) ઉધના - ૧૮

૩) મજુરા - ૧૯

૪) ચૌરીયાસી - ૩૫

૫) જલાલપોર - ૧૯

૬) નવસારી - ૨૦

૭) ગણદેવી - ૨૩

આ સાથે બેલેટ પેપરના મતદાન ની ગણતરીઓ પણ થશે.

ABOUT THE AUTHOR

...view details