ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Viral Video: રખડતી રંજાડ બેફામ, રસ્તા પર થતા આખલા યુદ્ધથી રાહદારીઓ સામે જીવનું જોખમ - નવસારીમાં સમસ્યાઓ

નવસારીમાં આખલા યુદ્ધ જોવા મળ્યું હતું. આ આખલાઓના કારણે લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આખલા કે પશુઓના કારણે ગુજરાતમાં ધણા લોકોના જીવ ગયા છે. જેથી લોકોની અંદર પશુઓને લઇને હવે ભય જોવા મળી રહ્યો છે.ગુજરાતના લોકો હવે જાણે પશુઓથી ડરીને રહેતા હોય તેવું પણ કહીએ તો ખોટું નથી.

રખડતી રંજાડ બેફામ, તંત્રના આંખ આડા કાન
રખડતી રંજાડ બેફામ, તંત્રના આંખ આડા કાન

By

Published : Mar 3, 2023, 9:37 AM IST

Navsari Viral Video: રખડતી રંજાડ બેફામ, રસ્તા પર થતા આખલા યુદ્ધથી રાહદારીઓ સામે જીવનું જોખમ

નવસારી:સિંધી કેમ્પ પાસે બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતા ત્યાંથી પસાર થનાર રાહદારીઓના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.પાલિકા દ્વારા સમયાંતરે ઢોર પકડી પાંજરાપોળમાં મોકલવા છતાં શહેરમાં ઢોરોની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધમાં લોકો મજબૂરીના કારણે રોડના કિનારે ઉભા રહી ગયા હતા. જ્યાં સુધી લડાઈ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્યાંથી અવરજવર કરવાનું ટાળ્યું હતું.

રખડતી રંજાડ બેફામ

આ પણ વાંચો Navsari Accident : હાઇવે પર ફરી એકવાર અકસ્માત સર્જાતા ચિચિયારીઓ ગુંજી ઉઠી, એકનું મૃત્યુ

જીવ ગુમાવવાનો વારો:રખડતા ઢોર એ ગુજરાતના દરેક શહેરનો પ્રશ્ન બની ગયો છે. રખડતા ધોરોને કારણે અનેક રાહેદારીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. નવસારી શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા છે. ભૂતકાળમાં પણ રખડતા ઢોરોને કારણે શહેરના આદર્શ નગર પાસે પરીક્ષા આપવા જતા એક યુવાનની બાઈક રખડતા ઢોર સાથે અથડાતા આ યુવાનનું મોત નીપજ્યું હતું. આવા કેટલાક બનાવો ઢોરોની સમસ્યાના કારણે થયા છે. જેમાં લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રખડતી રંજાડ બેફામ

આ પણ વાંચો Navsari News : પાવર ગ્રીડ વીજ લાઈન ખેડૂતો માટે માથાનો દુખાવો બની, પાટિલને રજૂઆત

રાહદારીઓથી ધમધમતો વિસ્તાર:નવસારી શહેરની મધ્યમાં આવેલા સિંધી કેમ્પ વિસ્તાર જે સતત ટ્રાફિકથી અને રાહદારીઓથી ધમધમતો વિસ્તાર હોય છે. અહીં બપોરના સમયે બે આખલાઓ એકબીજા સામે આવી જતા બંને આંખલાઓ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું હતું. આખલાઓની લડાઈ જોઈ ત્યાંથી પસાર થતાં રાહદારીઓ પોતે આ આખલાની ઝપેટમાં ના આવી જાય તે માટે ત્યાંથી પસાર થતા તમામ રાહદારીઓએ સાઈડ પર ઉભા રહેવાનો વારો આવ્યો હતો.

રખડતી રંજાડ બેફામ

લોકોમાં ભયનો માહોલ:બંને આખલાની લડાઈ એવી ચાલી હતી કે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જે કોઈ પણ રાહદારીઓ એ આ આખલા યુદ્ધ જોતા અહીંથી અવર-જવર કરવાની હિંમત ન કરી હતી. આ બે આખલાઓ લડાઈ પૂરી ના થાય ત્યાં સુધી ત્યાંથી પસાર થવાનું હતું ટાળ્યું હતુ. આ ભયંકર ચાલેલા આખલા યુદ્ધને કોઈક રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Navsari Viral Video: રખડતી રંજાડ બેફામ, રસ્તા પર થતા આખલા યુદ્ધથી રાહદારીઓ સામે જીવનું જોખમ

શહેરમાં વિકટ:રખડતા ઢોરનો પ્રશ્ન દિવસ અને દિવસે શહેરમાં વિકટ બનતો જાય છે. ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલી આપે છે. પરંતુ આ સમસ્યા ફરી ઉત્પન્ન થતા વાર નથી લાગતી. શહેરીજનોના માથે રખડતા ઢોરોથી અકસ્માતનો ભય માથે લટકતો રહે છે. રખડતા ઢોરોના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. તેથી નવસારી વિજલપુર નગરપાલિકા આ રખડતા ઢોરોના પ્રશ્નને કોઈ કાયમી ઉકેલ લાવે તેવી સમયની માંગ બની છે.

ABOUT THE AUTHOR

...view details