ગણદેવીમાં ભારે વરસાદ ગરીબો માટે આફત સમાન નવસારી : જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં વીતેલા 24 કલાકમાં છ તાલુકામાં એકથી છ ઇંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સૌથી વધુ ખેરગામ તાલુકામાં વરસાદ ખાબક્યું છે, ત્યારે હાલ જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં ભારે વરસાદ અવિરત વરસી રહ્યો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં મધ્યમ વરસાદ યથાવત છે, પરંતુ કાચા મકાનમાં રહેતા ગરીબ લોકો માટે આ વરસાદ આફત રૂપ સાબિત થયો છે.
ઓરેન્જ એલર્ટ : નવસારી જિલ્લામાં અપાયેલા વરસાદના ઓરેન્જ એલર્ટને પગલે તંત્ર એલર્ટ બન્યું છે, શહેરમાં વરસાદના પગલે એનડીઆરએફની એક ટીમ નવસારીમાં તૈનાત કરવામાં આવી છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લાની નદીઓની સ્થિતિ પર સતત વોચ રાખીને નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાની લોકમાતા પણ બે કાંઠે વહેતી જોવા મળી છે. ભારે વરસાદના પગલે ગરીબો હાલ છત વગરના થયા છે.
ગરીબોને ઉપાધી વધી : સતત વરસાદના પગલે નવસારી જિલ્લામાં આનંદો છે, પરંતુ કાચા મકાનમાં વસવાટ કરતા ગરીબો માટે આફત રૂપ વરસાદ બન્યો છે. આ વરસાદ ગણદેવી શહેરમાં આવેલા જલારામ મંદિરની સામે તલાવિયા પરિવાર માટે મુશ્કેલી બન્યો છે. તલાવિયા પરિવારનું કાચું મકાન ધરાશાયી થતાં ઘરવખરીના સમાનને નુકશાન સાથે 7 લોકોનો આબાદ બચાવ થયો છે.
છેલ્લા ત્રણ દિવસથી જે ગણદેવીમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને અમારું કાચું મકાન ધરાશાયી થઈ ગયુ છે. જેને લઇને અમારી ઘરવખરીના સામાનને નુકસાની થઈ છે, જ્યારે અમારા પરિવારના સાત લોકોનો આબાદ બચાવ થયો છે. સરકારમાં અમે નવા મકાન માટેની અરજી આપી હતી, પરંતુ નવું મકાનના બનવાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ અમે બાજુના મકાનમાં શિફ્ટ થયા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા સર્વે કરી અમને નવું મકાન આપવામાં આવે તેવી અમારી માંગ છે - નટવર તલાવિયા (અસરગ્રસ્ત)
વધુ વરસાદની આગાહી :ઉલ્લેખનીય છે કે, સરકારમાં નવા મકાન માટે અરજી આપી હતી, પરંતુ અરજી સામે નવું મકાન બની શક્યું ન હોવાને કારણે હાલ પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર અહીં સર્વે કરવા આવે એવી માંગ પણ અહીં ઉભી થઇ છે. જિલ્લાના પ્રથમ વરસાદમાં મકાન પડી ગયું છે. ને હવામાન વિભાગ હજી વધુ વરસાદની આગાહીઓ કરી રહ્યું છે, ત્યારે કાચાં મકાનમાં રહેતા લોકો સામે એક મોટો સવાલ ઉભો થયો છે.
- Rain in Amreli: અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન, નદી નાળાઓ વહેતા થયા
- Bardoli Rain: બારડોલીમાં ભારે વરસાદથી હંગામી પુલ ધોવાયો, લોકોને અવરજવર માટે ઉભી થઈ મુશ્કેલી
- Monsoon 2023 : ચોમાસાનું આગમન થતાં અમદાવાદ શહેરમાં રોગચાળો વઘ્યો, ઝાડા ઉલટીના કેસ 600ને પાર