નવસારી: ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને બીટ જમાદાર સંજય પટેલ છેલ્લા કેટલા સમયથી માંદગીના દોરમાંથી પસાર થઈ રહ્યા હતા. ગતરોજ તેઓએ પોતાના પોલીસ ક્વાર્ટર્સમાં આત્મહત્યા કરતા ચકચાર જવા પામી છે. માંદગીના કારણે સંજય પટેલે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ હાલ હેડ કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ માટે ખસેડી મોતની નોંધણી કરવામાં આવી હતી.
બીમાર હતાઃનવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અને બીટ જમાદાર તરીકે ફરજ નિભાવતા હેડ કોસ્ટેબલ સંજય પટેલ મુળ સુરત જિલ્લાના મહુવા વિસ્તારમાંથી આવતા હતા. તેઓ પોતાની ફરજ બખૂબી નિભાવતા હતા અને પોતાના કામ પ્રત્યે ખૂબ નિષ્ઠાવાન હતા. પરંતુ તેઓ છેલ્લા કેટલા સમયથી તેઓ માંદગીના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. સંજયભાઈ પટેલને પત્ની અને બે બાળકીઓ છે. ગતરોજ તેઓએ પોતાના જ સરકારી ક્વાર્ટર્સમાં આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
આ સમગ્ર મુદ્દે તપાસ કરતા પોલીસ અધિકારી જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પોલીસ કર્મીના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અચાનક પોલીસકર્મની આવી વિદાયથી પોલીસબેડામાં પણ શોકની લગાણી છે.--તપાસ અધિકારી
પોલીસ અધિકારીએ શું કહ્યું: પોલીસ દ્વારા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ પાછલા કેટલાક દિવસોથી બીમાર હતા. જેથી માંદગીને કારણે તેઓએ આ પગલું ભર્યું હોય એવું પ્રાથમિક તારણ પોલીસ કર્મચારીઓ સેવી રહ્યા છે. હાલ તો આ યુવાન પોલીસકર્મનીઆત્મહત્યાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તો બીજી તરફ ચીખલી પોલીસ સ્ટેશન અને જિલ્લાના પોલીસ મેળામાં શોકની લાગણી ફેલાય છે.