નવસારીઃસંસ્કારી નગરી નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં SHE TEAMની રચના કરવામાં આવી છે. આ SHE TEAMની કામગીરીમાં મુખ્યત્વે મહિલાઓ, બાળકો તથા સિનિયર સિટિઝનની સુરક્ષા માટે તેઓને પડતી તકલીફોના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. જે અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ દ્વારા સિનિયર સિટીઝ સુરક્ષા માટે સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાજનોમાં જાગૃતિનો અભાવ જણાય છે. જેથી નવસારી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં વસવાટ કરતા વયોવૃદ્ધ લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃત કાર્યક્રમ યોજાયો હતો. સાયબર સંબધિત બાબતે શિક્ષિત કરવા માટે આગામી 11 થી તા. 22 એપ્રિલ સુધી એક વિશેષ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવા માટેનો નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચોઃ Navsari mock drill: નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારે મોકડ્રિલ યોજાઈ
કેવી રીતે રોકી શકાયઃનવસારી મતિયા લેઉવા પાટીદાર હોલ ખાતે સેમીનારમાં જીલ્લા પોલીસ વડા ડો ઋષિકેશ ઉપાધ્યાની ઉપસ્થિતમાં એક ખાસ પ્રેઝન્ટેશન દેવાયું હતું. સાયબર લોયર ચિરાગ લાડએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ખાસ કરીનેડિજિટલ પ્લેટફોર્મનો સૌથી વધુ ઉપયોગ કરનાર યુવા વર્ગ સાયબર ક્રાઇમનો ઝડપથી ભોગ બનતા હોય છે. ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ પ્રતિદિન ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, ત્યારે ડિજિટલ યુગના ફાયદા અને ગેરફાયદા, સ્પાયવેર ઇન્સ્ટોલેશન કેવી રીતે રોકી શકાય, સાયબર ક્રાઇમના પ્રકારો, સાયબર ક્રાઇમથી બચવા માટેના ઉપાયો વગેરેની ઉદાહરણ સહિત સચોટ માહિતી પુરી પાડી હતી.