નવસારી: ભારત સરકાર દ્વારા અનલોક-1ની શરૂઆત થઈ ચૂકી છે. પણ લોકડાઉનમાં મળેલી છૂટછાટોને કારણે આંતર જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકોને કારણે નવસારીમાં કોરોના કેસોનો આંકડો 26 પર પહોંચ્યો છે. જેને લઈને જિલ્લા તંત્ર સતર્ક થયું છે.
નવસારીમાં કોરોના અને નિસર્ગ વાવાઝોડાંને લઇને તંત્ર સજ્જ - નવસારી નિર્સગ અસર
ભારત સરકાર દ્વારા અનલોક-1ની શરૂઆત થઈ ચૂકી છે. પણ લોકડાઉનમાં મળેલી છૂટછાટોને કારણે આંતર જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકોને કારણે નવસારીમાં કોરોના કેસોનો આંકડો 26 પર પહોંચ્યો છે. જેને લઈને જિલ્લા તંત્ર સતર્ક થયું છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 26 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. જોકે 12 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. હાલ જિલ્લામાં 14 કોરોના એક્ટિવ કેસો સારવાર હેઠળ છે. જ્યારે લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરનારા 19 હજારથી વધુ લોકો સામે જિલ્લા પોલીસે 13 હજારથી વધુ ગુના નોંધ્યા છે. જિલ્લામાં કાર્યરત સાડા તેર હજારથી વધુ શ્રમિકોને 10 વિશેષ ટ્રેનો દ્વારા યુપી અને બિહાર મોકલવામાં આવ્યા છે.
આરબ સાગરમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાને લઇને જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના કાંઠાના 39 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. જોકે હાલ નિસર્ગની અસર નહિવત છે, પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવે એવી સંભાવના જણાઈ રહી છે. સતર્કતાનાને લઈને જિલ્લાના પ્રભાવિત ગામોને સ્થળાંતર કરવાની તૈયારી થઈ રહી છે.