ગુજરાત

gujarat

ETV Bharat / state

શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરવા તંત્ર સજ્જ, તૈયારીઓને ફાયનલ ટચ - Gandhi Engineering College Bhootsad

વિધાનસભાની ચૂંટણીની (Assembly elections) તારીખની જાહેરાત થઇ ગઇ છે. જેને લઇને નવસારી જિલ્લા કલેકટરે વિધાનસભા ચૂંટણી સંદર્ભે મતદારો સહિતની મહત્વની માહિતી આપી હતી. ગાંધી એન્જિનીયરીંગ કોલેજ ભૂતસાડ ખાતે સમગ્ર જિલ્લાની મતગણતરી કરવામાં આવશે તેવી પણ જાણકારી આપી હતી.

આખરી ઓપ: નવસારી જિલ્લા કલેકટરે વિધાનસભા ચૂંટણી સંદર્ભે મતદારો સહિતની મહત્વની માહિતી આપી
આખરી ઓપ: નવસારી જિલ્લા કલેકટરે વિધાનસભા ચૂંટણી સંદર્ભે મતદારો સહિતની મહત્વની માહિતી આપી

By

Published : Nov 5, 2022, 12:10 PM IST

નવસારી જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને (Assembly elections) લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જિલ્લા કલેકટરઅને ચૂંટણી અધિકારી નવસારીના માર્ગદર્શન હેઠળ મતદાન મથક તેમજ રિસિવિગ ડીસ્પેચિંગ સેન્ટરોની તમામ ચકાસણીપૂર્ણ કરી દેવાઈ છે.

આખરી ઓપ: નવસારી જિલ્લા કલેકટરે વિધાનસભા ચૂંટણી સંદર્ભે મતદારો સહિતની મહત્વની માહિતી આપી

આખરી ઓપનવસારી જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીની જે પ્રથમ ફેસમાં તારીખ 1 ના રોજ યોજાનાર છે. નવસારી જિલ્લાની 4 વિધાનસભા પૈકી તમામ વિધાનસભાઓમાં રીસીવિંગ તેમજ ડિસ્પેચિંગ સ્ટાફની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

કામગીરી યોજાશે નવસારીના જલાલપોર 174 વિધાનસભામાં કુલ 2,36,117 મતદાર, નવસારી 175 વિધાનસભામાં 2,49,970 મતદારો, ગણદેવી 176 વિધાનસભા વિસ્તારમાં 2,92,628 મતદારો અને વાંસદા 177 વિધાનસભા વિસ્તારમાં કુલ 2,99,545 મળી સમગ્ર નવસારી જિલ્લામાં 10,78,260 જેટલા મતદારો નવસારી જિલ્લામાં નોંધાયા છે. આ સાથે સમગ્ર નવસારી જિલ્લાના 708 જેટલા સ્થળોએ 1147 પોલિંગ સ્ટેશનો પર તમામ કામગીરી યોજાશે.

જિલ્લાની મતગણતરી 84 સંવેદનશીલ મતદાન મથકો સાથે જિલ્લાની તમામ 4 વિધાનસભા વિસ્તારમાં 7-7 સખી પોલિંગ સ્ટેશન હશે. જેમાં તમામ બહેનો ફરજ બજાવશે અને 1-1 મથક તમામ તાલુકામાં PWD વોટર્સ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. મતદાન દરમ્યાન 80 વર્ષથી ઉપરના અને PWD મતદારો મળી 35,840 મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરશે. 1147 મતદાન મથકોમાં 1814 VVPAT મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.

આચારસંહિતાની કડક અમલવારીગાંધી એન્જીનીયરીંગ કોલેજ ભૂતસાડ ખાતે સમગ્ર જિલ્લાની મતગણતરી થશે. આ ઉપરાંત આચારસંહિતાની કડક અમલવારી માટેની ટિમ બનાવી અને ચૂંટણી લક્ષી જો કોઈ ગેરરીતિ થતી હોય તો તેને માટે નમ્બર પણ જાહેર કરવામાં આવ્યા છે. અને ચૂંટણી લક્ષી 16 પ્રકારના જાહેરનામા બહાર પાડી તંત્ર ચૂંટણીની કામગીરીમાં જોતરાયું છે. નવસારી જિલ્લામાં શાંતિમય રીતે મતદાન થાય તેના માટે જિલ્લા પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે.

ABOUT THE AUTHOR

...view details