નવસારીમાં એકના એક દીકરાએ સગી માતાને મોતને ઘાટ ઉતારી નવસારી:જનનીની જોડ સખી! નહી જડે રે લોલ... આ કહેવત હવે આ સમયમાં બોલાઇ તેમ નથી. સમાજમાં એવા કિસ્સાઓ સામે આવે છે જે સાંભળીને ચોંકી જવાય છે. નવસારીમાં દિકરાઓ પોતાની માતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. નવસારીના બીલીમોરા શહેરમાં સગા પુત્ર દ્વારા માતાની હત્યા કરવાનો બનાવ બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર ખાતે ઓરીયા મોરિયા વિસ્તારમાં આવેલા પદ્મશાળી કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી ખાતે પ્રિયાંક રણછોડભાઈ ટંડેલ અને તેની વિધવા માતા સુમિત્રાબેન ટંડેલ એક જ ઘરમાં રહેતા હતા.
માતા સાથે ઉગ્ર બોલાચાલી: બંને મા દીકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો. પ્રિયાંક તેની માતાને વારંવાર ઘરની બહાર પણ કાઢી મુકતો હતો. પરંતુ રાત્રિના સમયે પ્રિયાંકને તેની માતા સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ તેણે તેની માતાને ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ માતાને ઘરમાં બોલાવી ચપ્પુ વડે તેનું ગળું કાપીને હત્યા કરવાની કોશિશ કરી હતી. આ તમામ બાબતની માહિતી પાડોશીઓને પડી હતી અને તેઓએ પોલીસને જાણ કરી હતી.
"આરોપી પ્રિયાંક ટંડેલ ની એની માતા જોડે અવારનવાર ઝઘડો થતો હતો. પરંતુ આજે જે ઝઘડો થયો હતો તેને લઈને પ્રિયાંક ટંડેલ એ પોતાની માતાનું ચપ્પુ વડે ગળું કાપવાની કોશિશ કરી હતી. કોશિશ કરતાં પણ માતા મરી ના હોય તેથી તેણે પોતાની માતાનું ગળું દબાવી હત્યા કરી હતી. મૃતદેહને બાજુના ખુલ્લા પ્લોટ માં જઈને લાકડા અને ઘાસનું ભૂસુ નાખી સળગાવવાનો અને પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે સંદર્ભમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે." --એસ.કે રાય (પોલીસ અધિક્ષક નવસારી)
માતાને મોતને ઘાટ ઉતારી: હત્યામાં સફળતા નહીં મળતા તેણે તેની માતાનું ગળું દબાવી અને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ ઘરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં લઈ જઈ તેના મૃત શરીર ઉપર પાટીયા લાકડા અને અન્ય કચરો તેમજ ઘાસ નાખીને તેને સળગાવવાની કોશિશ કરતા આસપાસના લોકો જોઈ ગયા હતા અને આ અંગે લોકોએ બીલીમોરા પોલીસને જાણ કરતાં જ બીલીમોરા પોલીસ દ્વારા આરોપી પ્રિયાંક ટંડેલ ની ધરપકડ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવને પગલે સમગ્ર બીલીમોરા શહેરમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી આ સમગ્ર મામલે બીલીમોરા પોલીસે હત્યાનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.
- Ahmedabad Crime : યુવકની હત્યાનો ફરાર આરોપી પકડાયો, સરદારનગરમાં પાડોશી સાથેના ઝઘડામાં હત્યાનો મામલો
- Ahmedabad Crime: યુવતીને લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું, ગર્ભ રહી જતાં તરછોડી
- Vadodara Crime : પાદરામાં કાર ચાલકે મહિલા પર ગાડી ચડાવી 15 ફૂટ ઢસડી લઈ ગયો, મૃત્યુ થતાં ફરીયાદ નોંધાય