- નવસારી જિલ્લામાં 110 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી
- નવા 58 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- આરોગ્ય વિભાગના ચોપડે એક કોરોના દર્દીનું મોત નોંધાયું
નવસારી : જિલ્લામાંથી ખતમ થઇ રહેલા કોરોના સંક્રમણ ગત બે મહિનામાં પ્રચંડ ગતિએ ફેલાયું હતું. કોરોનાના કેસ વધતા નવસારીમાં હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઇ હતી. જોકે, કોરોનાને હરાવવા માટે થયેલા સહિયારા પ્રયાસથી હવે કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. જેથી નવસારીમાં કોરોના પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જ વધી રહ્યા છે. જેમાં શનિવારના રોજ 110 કોરોના દર્દીઓએ સાજા થયા હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 829 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 58 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. બીજી તરફ આરોગ્ય વિભાગના ચોપડે શનિવારના રોજ જલાલપોરના શિવનગર સોસાયટીના 37 વર્ષીય યુવાનનું કોરોનાથી મોત નોંધાયું છે.
આ પણ વાંચો -નવસારીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 1 હજારની અંદર