નવસારીના સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્ય સિવિલ સર્જન તરીકે ફરજ બજાવતા ડૉક્ટર અનીલ કોડનાણી થોડા સમય પહેલા બદલી દ્વારા નવસારી સિવિલમાં આવ્યા હતા. તેમના દ્વારા શારીરિક તપાસ બાદ વ્યક્તિને જરૂરી આલ્કોહોલ સેવન માટેનું સર્ટીફીકેટ આપવામાં આવતું હોય છે. જેને આધારે તે દર્દીને દારૂ પીવા માટે કાયદેસરની પરવાનગી મળતી હોય છે.
નવસારી સિવિલના મુખ્ય સર્જન લાંચ લેતા ACBના સપાટામાં
નવસારી: શહેરમાં આવેલી સિવિલના મુખ્ય સિવિલ સર્જન 10,000ની લાંચ લેતા ACBના સપાટામાં આવી ગયા હતા. આ લાંચ દારૂ માટેના હેલ્થ પરમીટ રીન્યુ કરવા માટે માંગવામાં આવી હતી. ત્યારે આ સર્જનને ટ્રેપ કરવામાં ACBને સફળતા મળી હતી.
આ માટે નવસારીના એક જાગૃત નાગરિક દ્વારા ડોક્ટર અનીલ પાસેથી આ પ્રકારની પરવાનગી મેળવા માટે 10,000 રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જેને લઈને આ વ્યક્તિ દ્વારા ACB શાખાનો સંપર્ક કરતા તેમના દ્વારા છટકું ગોઠવામાં આવ્યુ હતું. ત્યારે સફળતા પૂર્વક ડોક્ટર અનીલને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે જ ડૉક્ટર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડોક્ટર અનીલ કોડનાણીના રીટાયર્ડ થવાનો એક જ મહિનો બાકી રહ્યો હતો. તેવામાં ACBના સપડામાં આવી જતા અધિકારી ગણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.