- નવસારી સિવિલ હોસ્પિટલમાં હતી નર્સ કોરોના વોરિયર
- સિવિલ સર્જન સાથે શારીરિક સબંધો બાંધવા હતું દબાણ
- પતિ અને સાસુ પણ દહેજ માંગતા હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ
નવસારી : નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પીડિતાએ ઉપરી અધિકારીઓ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું. મેઘાએ અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષામાં સ્યૂસાઇડ નોટ લખી તેમાં પોતાને મેટ્રન અને ઓટી ઇન્ચાર્જ દ્વારા વધુ કામ કરાવી હેરાન કરવામાં આવતી હોવાનો તેમજ સિવિલ સર્જન સાથે શારીરિક સબંધો બાંધવા દબાણ કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
પરિવારજનોએ કરી ન્યાયની માગ
વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પીડિતાએ ગત 22 ઓક્ટોબરે આત્મહત્યા કરી હતી. કોરોના વોરિયર નર્સે અચાનક ભરેલા આ અંતિમ પગલાથી તેના પરિવારજનો આઘાતમાં છે. તેણે આત્મહત્યા પૂર્વે એક ગુજરાતીમાં અને એક અંગ્રેજીમાં સ્યૂસાઇડ નોટ્સ લખી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના મેટ્રન તારા ગામીત અને ઓટી ઇન્ચાર્જ વનિતા પટેલ સામે વધુ કામ આપવા તેમજ પોતે બીમાર હોવા છતાં તેને રજા ન આપી તોછડું વર્તન કરી અપમાનિત કરાતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેની માતાએ પણ આ અંગે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને દિકરીને ન્યાય મળે તેવી માગ કરી છે.
સાસરિયા દ્વારા પણ અપાતો હતો ત્રાસ