નવસારી:નવસારી શહેરમાં કોરોના કાળ બાદ રસ્તા ઉપર વેચાણ કરતા ફેરિયાઓની સંખ્યા વધી છે. રસ્તા પર બેસતા ફેરિયાઓને કારણે શહેરના ઘણા દુકાનદારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાની ફરિયાદો ચેમ્બર ઓફ કોમર્સને (Navsari Chamber of Commerce and Industries )મળતા, ચેમ્બર દ્વારા પાલિકાની કામગીરી સામે (Navsari Municipal Corporation)સવાલો ઉઠાવી શહેરમાં હોકર્સ ઝોન શરૂ કરવાની માંગણી કરી છે.
કોરોના કાળમાં રસ્તા પર વિવિધ વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓ વધ્યા
કોરોનામાં ઘણાના ધંધા પડી ભાંગ્યા, તો ઘણાની નોકરી ગઈ છે. જેથી પોતાની આર્થિક ગાડી પાટે ચઢાવવા નવી-નવી વસ્તુઓ લઈ રસ્તા ઉપર વેચાણ કરતા થયા છે. પરંતુ રસ્તા પર વેચાણ કરતા ફેરિયાઓએ ઘણા દુકાનદારોની ચિંતા વધારી છે. કારણે રસ્તા પર ખુરશી, ટેબલ જેવી ફર્નિચરની વસ્તુઓ, શિયાળાના ધબડા, બ્લેન્કેટ, સ્ટેશનરીની વસ્તુઓ, કપડા, ડ્રેસ મટીરીયલ્સ જેવી વિવિધ વસ્તુઓ ફેરિયાઓ (Increase in the number of hawkers in Navsar)વેચતા થયા છે. ઓછા રોકાણ સાથે ભાડા વગર રસ્તા પર વેચાણ કરનારા ફેરિયાઓની સામે દુકાનદારોને કોરોના કાળમાં જ મોટા ભાડા, ટેક્સ, પાલિકાનો વેરો, GST, માણસોના પગાર વગેરે ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે. જેમાં ફેરિયાઓની રસ્તા પર વેચાણની નીતિ દુકાનદારો માટે ચિંતાનો વિષય બની છે. સાથે જ રસ્તાના કિનારે ઊભી રહેતી ખાણી-પીણીની લારીવાળાઓ પણ ખુરશી-ટેબલ મૂકીને ગ્રાહકોને આકર્ષિત કરતા થયા છે. જેથી રેસ્ટોરન્ટ સંચાલકોને પણ મુશ્કેલી થઈ રહી હોવાની ફરિયાદ ઉઠી છે.
ચેમ્બર દ્વારા દુકાનદારોની ફરિયાદને આધારે હોકર્સ ઝોન શરૂ કરવાની માંગ
ફેરિયાઓથી ધંધામાં નુકશાનીની ચિંતા સાથે શહેરના ઘણા દુકાનદારોએ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓને ફરિયાદ કરી છે. દુકાનદારોની ફરિયાદ બાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. રસ્તા ઉપર બેસતા ફેરિયાઓને કારણે દબાણ થાય છે અને ટ્રાફિક સમસ્યા પણ રહે છે. સાથે જ ઘણાં ફેરિયાઓને કારણે દુકાનદારોને નુકસાની વેઠવી પડી રહી છે. ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકાના સત્તાધીશો શહેરમાં અલગ-અલગ જગ્યાએ હોકર્સ ઝોન બનાવે અને ફેરિયાઓને જગ્યા ફાળવે, એવી માંગણી કરીછે. જેથી ફેરિયાઓ સાથે દુકાનદારોની સમસ્યાનું પણ સમાધાન થઈ શકે.