નવસારીનવસારી જિલ્લામાં ગત દિવસોમાં નવસારીમાં વરસાદ Rain in Navsari ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું અને નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી ત્યારે સમગ્ર જિલ્લામાં ભારે નુકસાનના સમાચાર સામે આવી રહ્યા હતાં. આ વરસાદને કારણે રસ્તા અને પુલને મોટા પ્રમાણમાં નુકશાન સામે આવ્યું છે.
8 વર્ષ પૂર્વે કરોડોના ખર્ચે બન્યો છે પુલભારે વરસાદમાં Rain in Navsari ગણદેવી તાલુકાના આંતલીયાથી ઉંડાચને જોડતો કાવેરી નદી પરનો 8 વર્ષ પૂર્વે બનેલો પુલનો Navsari antaliya undach bridge, પીલર ગત મહિને બેસી ગયો હતો. જેથી તાત્કાલિક પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો. સાથે જ કેબીનેટપ્રધાન નરેશ પટેલે પણ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. એ વખતે પુલનો પીલરની સ્ટેબિલિટી ચકાસી તેના સમારકામના પ્રયાસો શરૂ કર્યા હતાં.
આ પણ વાંચો નવસારી અને વલસાડને જોડતો ઔરંગા નદી પરનો પુલ ઊંચો બનનાવવા મંજૂરી