નવસારી શહેરની મધ્યમાં થયો અકસ્માત, યુવાનનું ઘટના સ્થળે મોત નવસારી:શહેરમાં શાંતાદેવી રોડ વિસ્તાર પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે રેતી ભરીને આવતા ટેમ્પા ચાલકે રત્નકલાકાર યુવાનને અડફેટે લીધો હતો. જેના કારણે 31 વર્ષીય કૈલાશ નામના રત્ન કલાકારનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જે બાદ મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે ટેમ્પા ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. ફરાર થઈ ગયેલા ટેમ્પા ચાલકને શોધવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો Navsari Accident : હાઇવે પર ફરી એકવાર અકસ્માત સર્જાતા ચિચિયારીઓ ગુંજી ઉઠી, એકનું મૃત્યુ
અકસ્માતનો સિલસિલો:નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો સિલસિલો બંધ થવાનું નામ નથી લેતો. ત્યારે એક પછી એક હાઇવે પર ગુજારા અકસ્માતો થઈ રહ્યા છે. અનેક લોકો એમાં પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. ત્યારે નવસારી શહેરમાં પણ અકસ્માતનો ગંભીર પ્રકારનો બનાવ બનવા પામ્યો છે. શહેરના શાંતાદેવી રોડ વિસ્તાર પર એક ટેમ્પો ચાલકે રાહદારી રત્નકલાકારને અદફેટે લેતા તેનું મોત થયું છે.
નવસારી શહેરની મધ્યમાં થયો અકસ્માત ટ્રાફિકથી ભરચક:નવસારી શહેરમાં આવેલા ટ્રાફિકથી ભરચક વિસ્તાર શાંતાદેવી રોડ પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર ચાલુ હોય છે. કારણ કે શાકભાજી માર્કેટ અને બજાર વિસ્તાર અહીં ભરાતો હોય છે. જેના કારણે આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. બીજી તરફ અહીં જ મોટા પ્રમાણમાં હીરાના કારખાના આવેલા હોય કારખાનામાં કામ કરતા રત્ના કલાકારો પણ અહીંથી જ હીરા કારખાનામાં નોકરી અર્થે અવર-જવર કરતા હોય છે.
આ પણ વાંચો Navsari News : પાવર ગ્રીડ વીજ લાઈન ખેડૂતો માટે માથાનો દુખાવો બની, પાટિલને રજૂઆત
ટેમ્પો ચાલક ફરાર:રત્નકલાકાર યુવાન બપોરના સમય બાદ કારખાનામાંથીના ઘર તરફ જમવા માટે જઈ રહ્યો હતો. તે સમયે શાંતાદેવી રોડ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે રેતી ભરીને આવતા ટ્રકએ યુવાનને અડફેટેડ લેતા રત્નકલાકારનું મોત થયું હતું. ગંભીર અકસ્માતને જોતા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. પરંતુ અકસ્માત કર્યા બાદ ટેમ્પો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
વાહન ચાલકોમાં ગભરાટ:ટેમ્પા ચાલકે યુવાનને અડફેટે લેતા ત્યાંથી પસાર થનાર રાહદારીઓ અને વાહન ચાલકોમાં પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે આવા ગંભીર પ્રકારના અકસ્માતો હાઇવે પર થતા હોય છે. પરંતુ હવે શહેરની મધ્યમાં ભરચક વિસ્તારમાં લોકોમાં અકસ્માત થતાની સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો સમગ્ર ઘટનાને પગલે ટાઉન પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.