નડિયાદ: શહેરની નવરંગ ટાઉનશીપમાં મહિલાની જાહેરમાં હત્યા કરવાની ઘટના સામે આવી છે. મહિલાનો પતિ જ ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે વિસ્તારમાં દહેશત ફેલાઈ જવા પામી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયરિંગનો મામલો સામે આવતા લોકોમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. નવસારી જિલ્લામાં ફાયરિંગ થયાનો આ કોઈ પહેલો કેસ નથી આ પહેલા પણ રાત્રીના સમયે થયેલા ફાયરિંગમાં પોલીસે દિવસરાત એક કરીને તપાસ ચલાવી હતી. જોકે, આ કેસમાં પણ પોલીસે યુદ્ધના ધોરણે પગલાં લીધા છે.
https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-hatya-photo-story-gj10050_15032023151804_1503f_1678873684_17.jpeg આ પણ વાંચો:Rajkot Crime: રાજકોટમાં કુવાડવા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, માર માર્યાનો પરિવારજનોનો આક્ષેપ
પત્નીની જાહેરમાં હત્યા કરી પતિ ફરાર: નડીયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મિશન રોડ પર આવેલી નવરંગ ટાઉનશીપમાં બપોરના સમયે ઘટના બનવા પામી હતી. નડીયાદ શહેરની નવરંગ ટાઉનશીપમાં રહેતા નિમિષાબેન પરમારની તેમના પતિ રસિક પરમારે પોતાના ખાનગી હથિયારથી ફાયરિંગ કરી જાહેરમાં હત્યા કરી હતી. જે બાદ હત્યારો પતિ ફરાર થઈ ગયો હતો.
નડિયાદમાં મહિલાની જાહેરમાં હત્યાની ઘટના આ પણ વાંચો:Vadodara Crime : અજાણ્યા શખ્સે મહિલા પર પથ્થર વડે હુમલો કરી રહેંસી નાખી, જૂઓ CCTV
પોલીસે હાથ ધરી તપાસ:દિન દહાડે જાહેરમાં ફાયરિંગ કરી હત્યા કરાતા સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ જવા પામી હતી. બનાવની જાણ કરતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. શહેર પશ્ચિમ પોલિસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નડીયાદ શહેર પશ્ચિમ પોલિસ દ્વારા ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક જાણકારી આપતા જણાવ્યું હતું કે ક્યા કારણસર મહિલાની તેના જ પતિએ હત્યા કરી છે તે હજી સુધી જાણ શકાયું નથી. પોલીસે હત્યારા પતિને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.