- ભાજપના પેજ પ્રમુખોના કાર્ડ વિતરણમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
- પદાધિકારીના અભિવાદનમાં પણ મોઢે માસ્ક નહીં
- સામાન્ય નાગરીકો ભુલ કરે, તો દંડ સાથે કાયદાકીય કાર્યવાહી..!
નવસારી: સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય પક્ષોએ કાર્યકર્તાઓને રિચાર્જ કરવા મેળાવડા શરૂ કર્યા છે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું છડે ચોક ઉલ્લંઘન થાય છે, પરંતુ નાગરિકો ભુલ કરે, તો તરત જ દંડ વસૂલવામાં આવે છે. નવસારી જિલ્લામાં પણ ભાજપના નેતાઓ જાણે કોરોના વેક્સિન લીધી હોય એમ પેજ પ્રમુખોના કાર્ડ સાથે અભિવાદન સમારોહ યોજી રહ્યા છે. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નવસારીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી લક્ષી કાર્યક્રમોમાં ભેગી કરાઈ છે ભીડ
કોરોના મહામારી જાહેર થયા બાદ ભારત સરકારે કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માર્ગદર્શિકા જાહેર કરી નિયમો પણ કડક બનાવ્યા છે. નિયમોનું પાલન ન થાય તો નાગરિકોને દંડ કરવા સાથે તેમની સામે ગુનો પણ નોંધવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે, જેને લઇને રાજકીય પક્ષોએ લોકોની વચ્ચે જવા પોતાના કાર્યકર્તાઓને રિચાર્જ કરવા માંડ્યા છે. જેમાં ભાજપે પેજ કમિટીઓ બનાવીને તેના પ્રમુખોને આઈ-કાર્ડ આપવાના શરૂ કર્યા છે. જેના વિતરણ માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએને ભેગા કરવામાં આવે છે. આ સાથે જ નવનિયુક્ત પદાધિકારીઓનું અભિવાદન પણ કરાય છે. જેમાં ભેગી થતી ભીડને તંત્ર આંખ આડા કાન કરી જાય છે. આવા કાર્યક્રમોમાં કાર્યકર્તાઓ મોઢે માસ્ક પણ નથી રાખતા, સામાજિક અંતર તો જળવાતું જ નથી. ઘણા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થામાં પણ અંતર નથી રહેતું. જે કોરોનાની ગાઈડલાઈનનું છડે ચોક ઉલ્લંઘન હોય છે, પરંતુ સત્તા આગળ તંત્ર પણ પાંગળુ સાબિત થાય છે.!
પ્રદેશ પ્રમુખે જ 500-500નો કાર્યક્રમ કરવા આપ્યા હતા આદેશ!