નવસારી લોકસભાના ઉમેદવારે ઘોડાગાડીમાં ફરીને કર્યો પ્રચાર
નવસારી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક પક્ષોનો ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ભાજપે રાજ્યની 26 બેઠકો કબજે કરવા વિવિધ પ્રચાર પદ્ધતિઓ અપનાવીને ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે, ત્યારે નવસારી લોકસભાના ભાજપના ઉમેદવારે નવસારીના ગામડાઓમાં પ્રચાર માટે હાઈટેક રથ બનાવ્યો છે. જે રથમાં બેસીને સી. આર. પાટીલે ગામડાઓનો પ્રવાસ શરુ કર્યો હતો. આજે આંતલિયા ખાતે ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલે ઘોડાગાડીમાં બેસીને ચૂંટણી પ્રચાર કર્યો હતો.
ઘોડાગાડીમાં ફરી કર્યો પ્રચાર
ગુજરાતની લોકસભાની 26 બેઠકો પર આરપારનો જંગ જામ્યો છે. નવસારી બેઠક 2008ના નવા સીમાંકન બાદ દક્ષિણ ગુજરાતની બેઠક અસ્તિત્વમાં આવી હતી. અહીંથી ભાજપે વર્તમાન સાંસદ સી. આર. પાટીલને ફરી મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે અહીંથી છેલ્લા 25 વર્ષથી સક્રિય કાર્યકર એવા ધર્મેશ પટેલને મેદાને ઉતાર્યા છે.