ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં મત્સ્યોદ્યોગ મૃતપ્રાય, સાગરખેડને મોટું નુકશાન, સહાયની આશ - corona letest news

કોરોના મહામારીને કારણે જાહેર થયેલા 21દિવસના લોક ડાઉને દેશની આર્થિક કમર તોડી નાંખી છે. જેથી અર્થતંત્રના નિષ્ણાતો પણ ચિંતિત છે, ત્યારે અરબ સાગરમાંથી નવસારીના ધોલાઈ બંદરે અને મેંધર-ભાત ગામે પરત ફરેલી ટ્રોલર બોટોના માછીમારોને મોટું આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે.

Lockdown fishery dead
લોકડાઉનમાં મત્સ્યોદ્યોગ મૃતપ્રાય

By

Published : Apr 2, 2020, 8:26 AM IST

નવસારીઃ કોરોના મહામારીને કારણે જાહેર થયેલા 21દિવસના લોક ડાઉને દેશની આર્થિક કમર તોડી નાંખી છે. જેથી અર્થતંત્રના નિષ્ણાતો પણ ચિંતિત છે. સરકાર દ્વારા એક પછી એક સમાજના વિવિધ ગ્રુપોને સહાયની સાથે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરાયો છે, ત્યારે અરબ સાગરમાંથી નવસારીના ધોલાઈ બંદરે અને મેંધર-ભાત ગામે પરત ફરેલી ટ્રોલર બોટોના માછીમારોને મોટું આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે.

લોકડાઉનમાં મત્સ્યોદ્યોગ મૃતપ્રાય, સરકાર પાસે સહાયની આશ

120 બોટોમાં અંદાજિત 25 લાખની કિંમતી મચ્છી હતી. જે બરફ અને જાળવણીનાં અભાવે પાણીના ભાવે મુંબઈના વેપારીઓને વેચી દેવાની નોબત આવી હતી. જેને પગલે મચ્છીમારી ઉપર જીવન નિર્વાહ કરતા ખલાસી પરિવારો સરકાર પાસે સહાયની આશ લગાવી રહ્યાં છે.

કોરોનાના રાક્ષસને નાથવા ભારત સરકારે લોકડાઉન જાહેર કરતા જ રાજ્યોની સરહદો બંધ થઇ છે. તે દરમિયાન અરબ સાગરમાં મચ્છીમારી કરવા ગયેલી નવસારી તેમજ આસપાસની 120 બોટો મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત ભાઉ ચા ધક્કા બંદરે જવાને બદલે નવસારીના ગણદેવી તાલુકાના ધોલાઈ બંદર અને મેંધર-ભાટ ગામે પરત ફરી હતી. જેમાં ધોલાઈ ગામે 90 અને મેંધર-ભાટ ગામે 30 બોટોનો સમાવેશ થાય છે અને જેમાં અંદાજીત 1,240 ખલાસીઓ મચ્છીમારી કરવા ગયા હતા. ટ્રોલર બોટોના માછીમારો દરિયામાં 10 થી 15 દિવસ ફિશિંગ કરી કિનારે લાવી, માછલીઓ બંદરે ઓક્શન મારફતે વેચે છે.

લોકડાઉનમાં મત્સ્યોદ્યોગ મૃતપ્રાય, સરકાર પાસે સહાયની આશ

આ રોટેશન સતત ચાલતું હોય છે અને જેના થકી લાખો કરોડોનું ટર્નઓવર થાય છે, પરંતુ કોરોનાને કારણે જાહેર થયેલા લોક ડાઉનને કારણે માછીમારોની હાલત કફોડી થઇ છે. ગત દિવસોમાં નવસારીના ધોલાઈ અને મેંધર-ભાટ ગામે દરિયાથી પરત ફરેલી 120 બોટોમાં અંદાજે ૨૦૦ ટન ધુમા, ઝીંગા, જેવી કિંમતી માછલીઓ હતી.

આ માછલીઓ હોલસેલમાં 100થી વધુ રૂપિયાની કિલો વેચાય છે, જ્યારે બજારમાં 200 રૂપિયાની વેચાતી હોય છે, પરંતુ આટલા મોટા પ્રમાણમાં પકડેલી માછલીઓને સાચવવા માટે માછીમારો પાસે બરફની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની હતી. બરફ ન હોય તો માછીમારો આ માછલીઓને સાફ કરી તેમાં મીઠું ભરીને તેને સુકવી નાંખતા હોય છે. જેથી ભવિષ્યમાં સારા રૂપિયા મળી શકે, પણ આટલા મોટા પ્રમાણમાં મીઠું મેળવવું અને તેને માછલીઓ પર લગાવવા માટે મજૂરો પણ મળે એવી સ્થિતિ ન હોવાથી માછીમારોની ચિંતા વધી હતી. આ સાથે જ માછલીઓને કિનારે સૂકવવાથી રોગચાળો વકરવાની સંભાવનાને કારણે પોલીસે તેના પર પ્રતિબંધ મુક્યો છે.

મચ્છી વેપારીઓએ લાભ ઉઠાવ્યો અને અંદાજે 200 ટન માછલીઓ 30થી 40 રૂપિયાની કિલો ખરીદી હતી. જેથી માછીમારો 22થી 25 લાખ રૂપિયા કિંમતની પાણીના ભાવે એટલે લગભગ 8 લાખ રૂપિયામાં વેચવા મજબૂર બન્યા હતા.

સમગ્ર પરિસ્થિતિ ગુજરાત રાજ્ય માછી મહામંડળના પ્રમુખ વાસુભાઈ ટંડેલને ધ્યાને આવતા તેમણે નવસારીની 120 બોટોના માછીમારોને થયેલી લાખોનાં આર્થિક નુકશાનને સરકાર ધ્યાને લે અને તેમને ખેડૂતોને અપાતી સહાયની જેમ જ સરકારી સહાય જાહેર કરે, એ માટે સરકારમાં રજૂઆત કરવાની તૈયારી કરી છે.

ABOUT THE AUTHOR

...view details