નવસારી: જિલ્લામાં ડાંગરનો પાક મુખ્ય છે. ગત 5 વર્ષોમાં ગત વર્ષે વરસાદ સારો રહેતા ડાંગરના ખેડૂતોને સારા પાકની આશા હતી, પરંતુ વરસાદ નવેમ્બર સુધી લંબાતા ઉભેલી ડાંગરમાં ફરી પીલાણ જોવા મળ્યુ હતું. આ ઉપરાંત કેટલાક ખેતરોમાં ડાંગરની કાપણી થયા બાદ એમાંથી ચોખ્ખા કાઢ્યા પૂર્વે ડાંગર ખેતરમાં જ ભીંજાઈ ગઈ હતી. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતુ અને બજાર સાથે જ સારા ભાવની પણ ચિંતા રહી હતી. જેમાં વેપારીઓએ ખેડૂતોને 1800થી 2200 રૂપિયા સુધીનો જ ભાવ આપ્યો હતો. જો કે, બીજી તરફ સહકારી ધોરણે ચાલતી નવસારીની મંડળીઓએ ખેડૂતોની ચિંતા કરી હતી. જેથી તાજેતરમાં ખારેલ મંડળીએ ગત ચોમાસુ ડાંગરના મણ દીઠ 350 રૂપિયાનો ભાવ આપતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
આનંદો.... નવસારીમાં ખારેલ મંડળીએ ગત ચોમાસાના ડાંગરના પોષણક્ષમ ભાવ આપ્યા - ગણદેવીના તાજા સમાચાર
ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે સતત બદલાતા વાતાવરણની સૌથી મોટી અસર ખેતી પાર થાય છે. જેમાં પણ ગત વર્ષે ચોમાસુ નવેમ્બર સુધી રહેતાં નવસારીમાં ડાંગર પકવતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જેને કારણે વેપારીઓએ ડાંગરના ભાવ ઓછા આપ્યા હતા, પરંતુ મોસમની માર સહન કરનારા ખેડૂતોની ચિંતા કરી ખારેલ મંડળીએ મણ દીઠ 350 રૂપિયાનો ભાવ આપતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
નવસારીના ગણદેવી તાલુકાની ખારેલ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીએ બદલાતા વાતાવરણને ધ્યાનમાં લઇને ડાંગરમાં નુકસાની સહન કરનારા ખેડૂતોની ચિંતા કરી હતી. ત્યારબાદ મંડળીએ ગત ચોમાસુ ડાંગરના 1 મણના 350 રૂપિયા કિંમત જાહેર કરી છે. આ સાથે જ કોરોના કાળમાં આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા ખેડૂતોને મદદરૂપ થવા મંડળી દ્વારા અપાતા વિવિધ ધીરણોમાં પણ 2 ટકાની રાહત આપી છે. જેની સાથે જ મંડળીના સભાસદોને સુગરનો હપ્તો પણ વ્યાજ કાપીને અત્યારથી જ આપવાની શરૂઆત કરી મંડળીએ મુશ્કેલ સમયમાં ખેડૂતોને સહાયરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.
સારા વરસાદ બાદ પણ ગત વર્ષે નવસારીના ડાંગર પકવતા ખેડુતોને નુકસાની વેઠવી પડી હતી, ત્યારે ખારેલ મંડળીએ પોષણક્ષમ ભાવ આપતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.