નવસારી: ગુજરાતના મહેસાણાના નાનકડા ગામનો સંજય સોલંકી નવસારી જિલ્લાના વિજલપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યો છે. જેની પત્ની ગર્ભવતી હતી અને પ્રસૂતિનો સમય નજીક હતો, પરંતુ કોરોનાની મહામારીને રોકવા ભારત સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ હોવાથી પોતાની ફરજ નિભાવવા માટે સંજયે પોતાની પિતા બનવાની ખુશીને કોરાણે મૂકી બંદોબસ્તમાં રહ્યો હતો.
પતિ ધર્મ પહેલા રાષ્ટ્ર ધર્મ, ગર્ભવતી પત્નીને મૂકી કોન્સ્ટેબલ સંજય દેશની રક્ષામાં જોડાયો - Jawans of Nawasiri joined the security of the country
દેશ સેવામાં સમર્પિત જવાનો પોતાની ફરજ અને રાષ્ટ્ર ધર્મ આગળ સર્વસ્વ ત્યજી દે છે. આ વાતને નવસારીના વિજલપોર શહેરમાં કોરોનાના કહેર વચ્ચે જાહેર થયેલા લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા પોલીસ જવાને સાચી સાબિત કરી છે. કારણ જવાને પુત્ર જન્મની ખુશીની સામે પોતાની ફરજ ન છોડી અને જ્યારે જાણ થઈ કે પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે, તો ડિજિટલ માધ્યમથી પત્ની અને નવજાતની તબિયત પુછવા સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
Nawasari
સંજયની પત્ની હોસ્પિટલમાં હોવાં છતા અને તેની ત્યાં વધુ જરૂર હોવા છતાં રાષ્ટ્ર ધર્મને સર્વોપરી માની સંજય પોતાના ઉપરી અધિકારીઓ પાસે રજાની માંગણી પણ કરી ન હતી. આ દરમિયાન ગત રોજ સંજયની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. જેની સંજયને ટેલિફોનિક જાણ થતા પુત્ર જન્મની ખુશી પત્ની સાથે વીડિયો કોલિંગ દ્વારા વ્યક્ત કરી અને પોતાના લાડકવાયાને ફોન પર જ નિહારી આશીર્વાદ સાથે વ્હાલ કર્યું કર્યું હતું, ત્યારબાદ સંજય સોલંકી પોતાની ફરજ પર હાજર રહ્યો હતો.