ગુજરાત

gujarat

હજારો દર્દીઓને છોડી તબીબો પહોંચ્યા કલેક્ટર ઓફીસે

નવસારી તબીબોનો સરકારના નિર્ણય (Hospitals Closed in Navsari) સામે ભારે રોષ જોવા મળ્યો હતો. શહેર સહિત જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલઓ બંધ રાખી તબીબોએ સરકારની નીતિ (Doctors Protested in Navsari) સામે વિરોધ દર્શાવ્યો છે. આ ઉપરાંત તબીબોએ પાટણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

By

Published : Jul 23, 2022, 1:50 PM IST

Published : Jul 23, 2022, 1:50 PM IST

હજારો દર્દીઓને છોડી તબીબો પહોંચ્યા કલેક્ટર ઓફીસે
હજારો દર્દીઓને છોડી તબીબો પહોંચ્યા કલેક્ટર ઓફીસે

નવસારી :ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાનો આદેશ કર્યો છે. સાથે જ હોસ્પિટલોને નોટીસો આપી અઠવાડિયામાં જ ICU ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ કરવાની સૂચના આપતા ડોક્ટરોમાં નારાજગી પ્રસરી હતી. જેથી આજે નવસારીના 300થી વધુ ડૉક્ટરોએ (Hospitals Closed in Navsari) હડતાળ પર ઉતરી, OPD, ઇમરજન્સી સેવાઓ તેમજ ઓપરેશન પણ ન કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. ડૉક્ટરોએ સરકાર (Doctors Protested in Navsari) આ મુદ્દે ફેર વિચારણા કરે એવી માંગ ઉચ્ચારી છે.

હોસ્પિટલોને નોટીસ પાઠવી

આ પણ વાંચો :Corona In Vadodara: શહેરીજનોને એક મહિના સુધી સામાજિક-ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવા IMAની અપીલ

હોસ્પિટલોને નોટિસ પાઠવી - ગુજરાત હાઇકોર્ટમાં થયેલી રીટ પીટીશન ઉપર મૌખિક આદેશ કરી રાજ્યની તમામ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાની રાજ્ય સરકારને તાકીદ કરી હતી. જેને ધ્યાને રાખી રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને રાજ્યની ખાનગી હોસ્પિટલોને ICU નીચે બનાવવા (Indian Medical Association) માટે નોટીસ પાઠવી છે. ખાસ કરીને સુરત અને અમદાવાદમાં હોસ્પિટલોને નોટિસોપાઠવી છે અને 7 દિવસમાં અમલવારી કરવા પણ જણાવ્યુ છે, ત્યારે લાખો-કરોડોનો ખર્ચ કરી બનાવેલા ICU તેમજ હાલમાં જ રાજ્યની કેટલીક હોસ્પિટલમાં આગની ઘટના બાદ ફાયર વિભાગના દિશા નિર્દેશ અનુસાર કામગીરી કરાવી છે.

આ પણ વાંચો :મેડિકલ સ્ટુડન્ટને ‘ચરક’ શપથ લેવાનું ફરમાન, IMA ગુજરાતને હજુ પરિપત્ર મળ્યો નથી

10 હજાર દર્દીઓએ મુશ્કેલી વેઠવી પડી - સરકાર દ્વારા પ્રેક્ટિકલ વિચાર કરવાને બદલે સીધો આદેશ કર્યાના આક્ષેપો સાથે IMA ના સંગાથે NMA દ્વારાએ આજે સમગ્ર દિવસ દરમિયાન નવસારીમાં ચાલતી અંદાજે 15 ખાનગી હોસ્પિટલો તેમજ દવાખાનાઓમાં OPD તેમજ ઇમરજન્સી સેવાઓ સંપૂર્ણ બંધ (Closure of OPD services in hospital) રાખી હતી. જેની સાથે જ ઓપરેશન કરવાથી પણ દૂર રહ્યા હતા. તેને કારણે જિલ્લામાં અંદાજે 10 હજાર દર્દીઓએ મુશ્કેલી વેઠવી પડી હતી અને અંદાજે 150 ઓપરેશનો અટકી પડ્યા હતા. સાથે જ નવસારી જિલ્લાના 450 ડૉક્ટરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને ICU મુદ્દે કમિટી રચી યોગ્ય નિર્ણય (Emergency Services in Navsari) કરવાની માંગ ઉચ્ચારી હતી

ABOUT THE AUTHOR

...view details