- ચીખલીના તેજલાવની આશ્રમ શાળાના શિક્ષકો આવ્યા પોઝિટીવ
- શિક્ષકો પોઝિટીવ આવતા શાળાના વિદ્યાર્થીઓના પણ સેમ્પલ લેવાયા
- જિલ્લામાં અત્યાર સુધીમાં ૯ શિક્ષકો બન્યા છે કોરોનાનો શિકાર
નવસારીઃ નવસારી જિલ્લામાં સતત કોરોનાના કેસ(Corona case in Navsari) વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં નવેમ્બર મહિનામાં કોરોનાના કુલ 33 પોઝિટીવ કેસ નોંધાયા હતા. ત્યારબાદ કોરોનાએ ગતિ પકડી છે. ડિસેમ્બરના બે અઠવાડિયાની અંદર 34 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ પોઝિટીવ(teachers corona positive cases in navsari) થતા બાળકોને લઇ વાલીઓ ચિંતામાં મુકાયા છે. ચીખલી તાલુકાના ત્રણ શિક્ષકો અને એક પ્રાધ્યાપક કોરોના પોઝિટીવ આવતા શિક્ષણ જગતમાં ચિંતાની ચકચારી મચી છે.
શિક્ષકો પોઝિટીવ આવતા શાળાને 5 દિવસ માટે બંધ રાખવાની સૂચના
તેજલાવ આશ્રમ શાળાના 35 વર્ષીય શિક્ષક પોઝિટીવ આવતા, શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળી કુલ 25 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને શાળાને 5 દિવસો માટે બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. જયારે તેજલાવના 33 વર્ષીય પ્રધ્યાપક અને ચીમલા ગામના શિક્ષક દંપતી પણ પોઝિટીવ નોંધાયા છે. શિક્ષકો પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગે(department of health in navsari) સતર્કતા રાખી, તેમના સંપર્કમાં આવેલા લોકોના કોરોના ટેસ્ટ(corona test in navsari) કર્યા છે.