- જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 53 લોકો થયા કોરોના સંક્રમિત
- 32 દર્દીઓએ કોરોનાને હરાવતા અપાઈ રજા
- આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાથી એક પણ મોત નહીં
- નવસારીમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,402
નવસારીઃ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાનો નવો સ્ટ્રેઇન અગાઉ કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઘરમાં એક વ્યક્તિ સંક્રમિત થાય તો તેની સાથે જ આખો પરિવાર પણ સંક્રમિત થઈ શકે છે. જેને કારણે કોરોનાનું સંક્રમણ ઘટવાને બદલે વધી રહ્યું છે. નવસારીમાં છેલ્લા 24 કલાકમાં નવા 53 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. તેની સાથે જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓ 499એ પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં 32 લોકોએ કોરોના સામેની જંગ જીતી છે.
આ પણ વાંચોઃસેલવાસમાં કોરોના વકર્યો, એક જ દિવસમાં 48 કેસ