ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં આજે 145 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા - Navsari Corona

નવસારીમાં જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો તો જોવા મળ્યો છે જે સાથે આજે નવસારીમાં નવા 55 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 145 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.

નવસારીમાં આજે 145 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા
નવસારીમાં આજે 145 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા

By

Published : May 26, 2021, 11:50 AM IST

  • જિલ્લામાં 718 કોરોના દર્દીઓ સારવાર હેઠળ
  • આજે નવા 55 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા
  • આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ 4 દર્દીઓના મોત

નવસારીઃ નવસારી જિલ્લામાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જેમાં આજે નવસારી જિલ્લામાં 145 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા, જ્યારે 718 કેસ એક્ટિવ છે. બીજી તરફ આજે નવા 55 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ 4 લોકોના કોરોનાથી મોત થયા છે.

આ પણ વાંચોઃ નવસારીમાં હારી રહ્યો છે કોરોના, આજે 132 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી

જિલ્લામાં કુલ 5,632 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી

નવસારી જિલ્લામાં દિવસે દિવસે નોંધાતા કોરોના કેસ સામે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેમાં આજે 2 દિવસ બાદ કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પોઝિટિવ કેસ કરતા ત્રણ ગણી વધુ જોવા મળી હતી. નવસારીમાં આજે 145 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 718 થઈ છે. જોકે બીજી તરફ આજે નવા 55 લોકો કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ 4 કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં ચીખલીનો 28 વર્ષીય યુવાન, નવસારી શહેરની 30 વર્ષીય મહિલા, ગણદેવીના 68 વર્ષીય વૃદ્ધ અને નવસારી ગ્રામ્યના 62 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃનવસારીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 1 હજારની અંદર

નવસારીમાં અત્યાર સુધીમાં કુલ 6,514 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

નવસારી જિલ્લામાં 10 મહિના સુધી ધીમી ગતિએ ચાલતો કોરોના 11 અને 12 માં મહિને તેજ ગતિએ ભાગ્યો હતો. જેને કારણે જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 6,514 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેની સામે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 5,632 દર્દીઓ કોરોના સામેની જંગ જીત્યા છે. જોકે મે મહિનામાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ ઘણી બધી છે. જિલ્લામાં 13 મહિનામાં કુલ 164 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details