ગુજરાત

gujarat

ETV Bharat / state

HSC Result 2023 : નવસારી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 72.67 ટકા પરિણામ જાહેર - ક્ષમા જોગાણી પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નવસારી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 72.67 ટકા પરિણામ આવ્યું છે. જેમાં જિલ્લામાં ક્ષમા જોગાણી નામની વિદ્યાર્થિનીએ ટોપ કર્યું છે.

HSC Result 2023 : નવસારી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 72.67 ટકા પરિણામ જાહેર
HSC Result 2023 : નવસારી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 72.67 ટકા પરિણામ જાહેર

By

Published : May 31, 2023, 8:44 PM IST

96.86 ટકા સાથે નવસારી જિલ્લામાં ટોપ

નવસારી : નવસારી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે જેમાં 72.67 ટકા પરિણામ આવ્યું છે. જેમાં નવસારીમાં આવેલી સર જે જે હાઈસ્કૂલની ક્ષમા જોગાણી જિલ્લામાં પ્રથમ સ્થાને આવી છે. તેણે 96.86 ટકા સાથે નવસારી જિલ્લામાં ટોપનું સ્થાન મેળવ્યું છે. શાળાના સંચાલકો અને શિક્ષણગણ દ્વારા ફૂલ આપી ક્ષમા જોગાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે માતાપિતાએ ક્ષમાને મીઠાઈ ખવડાવી મોંં મીઠું કરાવી આશીર્વાદ આપ્યા હતાં.

મેં હંમેશા ક્વોલિટી સ્ટડીઝ પર ધ્યાન આપ્યું છે. હું હંમેશા મારા ભણતર પર ધ્યાન આપતી હતી. મેં મારા માર્ક્સ વિશે કદી ધ્યાન આપ્યું નથી અને પ્રોપર પ્લાનિંગથી મેં મારી પરીક્ષાની તૈયારીઓ કરી છે જેનું આજે મને સારુ પરિણામ મળ્યું છે જેનાથી મને ઘણો ગર્વ અનુભવ થાય છે જેમાં મને મારા માતા-પિતા અને સ્કૂલ તરફથી સૌથી ઉમદા સપોર્ટ મળ્યો છે મારું આગળનું સ્વપ્ન મેનેજમેન્ટ ફિલ્ડમાં મારી કારકિર્દી ઘડવાનો છે. જેથી હું આઈઆઈએમ તરફ આગળ વધી મારું ભવિષ્ય ઉજવળ બનાવીશ..ક્ષમા જોગાણી (વિદ્યાર્થિની)

ગત વર્ષ કરતાં 12 ટકા ઓછું પરિણામ : આજે જાહેર થયેલા નવસારી જિલ્લાના પરિણામની ગયા વર્ષના પરિણામ સાથે સરખામણી કરીએ. તો આ વર્ષે 72.67 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં ગયા વર્ષ કરતા આ વર્ષે સમગ્ર નવસારી જિલ્લાનું પરિણામ 12 ટકા ઓછું આવ્યું છે. જે નવસારીની શાળાઓ માટે ચિંતાજનક વિષય બનીને ઉભરી આવ્યો છે. જિલ્લાના 32 વિદ્યાર્થીઓએ A 2 ગ્રેડ મેળવ્યા છે અને 308 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડથી ઉત્તીર્ણ થયા છે.

નવસારીની શાળાઓ ચિંતામાં : ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સરેરાશ પરિણામ ઘટતાં નવસારીની શાળાઓ ચિંતામાં છે ત્યારે જો વાત કરીએ સૌથી વધુ પરિણામની તો તે કચ્છ જિલ્લામાં જોવા મળ્યું છે. રાજ્યનું 73.27 ટકા પરિણામ જાહેર થયું છે તેે ગત વર્ષ કરતા 13 ટકા ઓછું છે ત્યારે કચ્છ જિલ્લાનું 33 જિલ્લામાં સૌથી વધુ 84.59 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ દાહોદમાં આવ્યું છે જે 54 ટકા જેટલું આવ્યું છે.

  1. HSC Result 2023 : સુરતમાં આંગણવાડી કાર્યકર્તાની દીકરીની મહેનત રંગ લાવી, શાળાએ લીધો ખૂબ સરસ નિર્ણય
  2. HSC Result 2023 : અમદાવાદની દેવાંશી ડાભીએ વિના ટ્યૂશને મેળવ્યો એ વન ગ્રેડ, ફક્ત શાળા શિક્ષણથી સફળતા મેળવી
  3. HSC Result 2023 : સુરતમાં શાકભાજી વિક્રેતાના પુત્ર પ્રદીપ મહાડીકે બાજી મારી, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ભણવા માધ્યમ બદલ્યું

ABOUT THE AUTHOR

...view details