ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં ભારે વરસાદને પગલે નદીકાંઠાના ગામ સંપર્ક વિહોણા બન્યા - RIVER

નવસારીઃ ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઔરંગા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઇ ખેરગામ તાલુકાના ઔરંગા નદી કાંઠા વિસ્તારના 10 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

F

By

Published : Jul 7, 2019, 11:50 PM IST

ભારે વરસાદને કારણે નવસારી, વલસાડ, વઘઇ, ડાંગ, આહ્વા, ધરમપુર, ખેરગામ સહિતના વિસ્તારોમાંથી વહેતી અંબિકા, કાવેરી, ખરેરા, ઔરંગા સહિતની નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતુ નવસારી જિલ્લામાં આજ સવારથી વરસાદે વિરામ લેતા પરિસ્થિતિ સામાન્ય બની છે.

નવસારીમાં ભારે વરસાદને પગલે નદીકાંઠાના ગામો સંપર્ક વિહોણા બન્યા


નવસારીમાં સવારે 6 વાગ્યા સુધીનો વરસાદના આંકડા

તાલુકા વરસાદ (મીમી)
જલાલપોર 61
નવસારી 66
ગણદેવી 43
ચીખલી 44
વાંસદા 30
ખેરગામ 145


જિલ્લામાં નદીઓની સ્થિતિ

નદી જળસપાટી
પૂર્ણા 10 ફૂટ
કાવેરી 08 ફૂટ



જિલ્લાના ડેમની સ્થિતિ

ડેમ જળસપાટી ઓવરફ્લો સપાટી
કેલ્યા 103.50 113.40
જુજ 156.00 167.50

ABOUT THE AUTHOR

...view details