- નવસારીમાં દિવાળી બાદ કોરોનાએ ફરી માથું ઉંચકયું
- આરોગ્ય વિભાગે ટેસ્ટ વધારતા કોરોના પોઝિટીવ કેસોમાં પણ થયો વધારો
- આરોગ્ય વિભાગે ભીડભાડ વાળી જગ્યાઓએ રેપીડ ટેસ્ટની કામગીરી આરંભી
નવસારી : દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતા સરકાર સતર્ક બની છે. નવસારી જિલ્લામાં પણ એક મહિના સુધી કોરોના જાણે શાંત રહ્યો હતો, પણ ફરી ત્રણ દિવસોથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઇએ તંત્રને સુસ્તતા છોડી ચેતનવંતુ બનાવવા કલેકટરને પત્ર પણ પાઠવ્યો હતો. જેને લઇને એક્ટીવ બનેલા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગે કોરોનાના રેપીડ એન્ટીજન ટેસ્ટ વધાર્યા છે. સાથે જ જિલ્લાના ભીડભાડવાળા અને સાર્વજિક સ્થાનો પર અને કોરોના વાહક બની શકે એવા લોકોના મોબાઇલ કોવીડ કલીનીકની મદદથી રેપીડ ટેસ્ટ શરૂ કરાયા છે.
નવસારી ST ડેપોમાં કોરોના ટેસ્ટ દરમિયાન એક પોઝિટીવ કેસ નોંધાયો