નવસારી: ગુજરાત વિધાનસભાની ચૂ્ંટણીનું(gujarat legislative assembly 2022) 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાનયોજાનાર(The first phase of voting) છે. નવસારી જિલ્લાની ચાર વિધાનસભા પૈકી તમામ વિધાનસભાઓમાં રીસીવિંગ તેમજ ડિસ્પેચિંગ સ્ટાફની તમામ તૈયારીઓને આખરી ઓપ(Finalize all preparations of receiving as well as dispatching staff) આપી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મોટાભાગની ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. તમામ સ્ટ્રોંગ રૂમથી મતદાન મથક સુધી ફાળવેલી બસ દ્વારા EVM(Electronic Voting Machine) પહોચાડવામાં આવી રહ્યા છે.
તૈયારીઓને આખરી ઓપ:આ સાથે સમગ્ર નવસારી જિલ્લાના 708 જેટલા સ્થળોએ 1147 પોલિંગ સ્ટેશનો પર તમામ કામગીરી યોજાશે. 84 સંવેદનશીલ મતદાન મથકો સાથે જિલ્લાની તમામ 4 વિધાનસભા વિસ્તારમાં 7-7 સખી પોલિંગ સ્ટેશન હશે. જેમાં તમામ બહેનો ફરજ બજાવશે અને 1-1 મથક તમામ તાલુકામાં PWD વોટર્સ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. મતદાન દરમ્યાન 80 વર્ષથી ઉપરના અને PWD મતદારો મળી 35,840 મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરશે. 1147 મતદાન મથકોમાં 1814 VVPAT મશીનોની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.