ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી જિલ્લાની 159 શાળાઓને મર્જ કરશે ગુજરાત સરકાર - ધારાસભ્ય અનંત પટેલ

નવસારીઃ રાજ્ય સરકારની દિશા અને નીતિ સામાન્ય માણસના મગજમાં ઉતરી શકી નથી. રાજ્ય સરકારે મૌખિક જાહેરાતનો દેખાવ કર્યો હોય એવો ઘાટ ધડાયો છે. શાળા મર્જ કરવાનો એક તરફ નિર્ણય તો બીજી તરફ નવી અદ્યતન પ્રાથમિક શાળા બની રહી છે જેના સામે વાલી મંડળોએ વિરોધ કર્યો હતો.

નવસારી
નવસારી

By

Published : Dec 5, 2019, 4:40 AM IST

નવસારી જિલ્લાની 159 શાળાઓને મર્જ કરવાની સર્વે બાદ અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોના વાલીઓ સખત રીતે વિરોધ કરી ગત દિવસોમાં વિશાળ રેલી કાઢી હતી. શાળા બંધ થઈ જવાને લઈને વાલીઓ ચિંતિત થાય છે. જેની સાથે વાંસદા ધારાસભ્યએ પણ શાળા બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે આદિવાસી ગરીબના પડખે રહી લડત ચલાવવાના એંધાણો આપ્યા છે અને નવી શાળા પાછળ ખર્ચેલા નાણા જો શાળા બંધ કરવામાં આવે તો નાણા પાણીમાં ડૂબી જશે નવા ભવ્ય મકાનો શાળા માટે નિર્માણ પામી રહ્યા છે અને સરકાર શાળા બંધ કરવાની વાતોથી વાલી આલમમાં નારાજગી જોવા મળી રહી છે

નવસારી જિલ્લાની 159 શાળાઓને મર્જ કરશે ગુજરાત સરકાર
ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોની અછત અને શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાને લઈને શાળા મર્જ કરવાના નિર્ણયને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આવકાર્યો છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં નવી બની રહેલ શાળાઓ સરકારની તિજોરી પર બોજો વધારી રહી છે. જે નિર્ણય પણ વિચારવા જેવો હોય તેમ છતાં યોગ્ય જવાબ અધિકારીઓ આપી શક્યા નથી.

ABOUT THE AUTHOR

...view details