ગુજરાત

gujarat

ETV Bharat / state

રાહુલ ગાંધીની સભા સ્થળ પસંદગી કરવા ગયેલા શર્માએ AAP-ભાજપને આડેહાથે લીધી - Raghu Sharma hits BJP

રાહુલ ગાંધીની સભાને (Rahul Gandhi visits Vansda) લઈને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ વાંસદાની મુલાકાત કરી હતી. રઘુ શર્માએ રાહુલ ગાંધીની કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. તો બીજી તરફ રઘુ શર્માએ ભાજપ અને આમ આદમી પાર્ટીને આડેહાથે લીધી હતી. (Gujarat Assembly Election 2022)

રાહુલ ગાંધીની સભા સ્થળ પસંદગી કરવા ગયેલા શર્માએ AAP ભાજપને આડેહાથે લીધી
રાહુલ ગાંધીની સભા સ્થળ પસંદગી કરવા ગયેલા શર્માએ AAP ભાજપને આડેહાથે લીધી

By

Published : Nov 17, 2022, 10:26 AM IST

નવસારી :જિલ્લાની ચાર વિધાનસભા પૈકી વાંસદા બેઠક પર સૌ કોઈની (Vansda assembly seat) નજર છે, કારણ કે 1962થી વાંસદા વિધાનસભા કોંગ્રેસનો ગઢ રહી છે. આ બેઠક પર ખાસ કરીને આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી કોંગ્રેસથી આદિવાસીઓનો હાથ છોડાવવા માટે ઘણો સંઘર્ષ કરી રહી છે. જેને લઈને આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી હાલના સીટિંગ ધારાસભ્ય અનંત પટેલ સામે પોતાના યુવા ચહેરાઓ મેદાને ઉતાર્યા છે, ત્યારે ચૂંટણીને લઈને વાંસદાની મુલાકાત કરનાર રાહુલ ગાંધીની સભાને લઈને રઘુ શર્માએ સ્થળ પસંદગી કરવા પહોંચ્યા હતા. (Rahul Gandhi visits Vansda)

રાહુલ ગાંધીની સભાને લઈને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ વાંસદાની મુલાકાતે

વાંસદા કોંગ્રેસનો ગઢ ભાજપે સરકારી બાબુ પિયુષ પટેલને મેદાને ઉતર્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીએ પણ આદિવાસી યુવા ચેહરા પંકજ પટેલને ઉતાર્યા છે. આ બંને પાર્ટી કોંગ્રેસ પાસેથી વાંસદા વિધાનસભા બેઠકની આંચકી લેવા માટે તમામ એડીચોટીનું જોરલગાવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ કોઈપણ હાલતે આ બેઠક સાચવી રાખવા માટે કમર કસી રહી હોય તેમ લાગી રહ્યું છે. (Raghu Sharma visits Vansda)

રાહુલ ગાંધીની ચૂંટણીને લઈને શ્રી ગણેશ 21 નવેમ્બરે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા વાંસદા આવવાના છે. તેઓની સભા પસંદગી માટે કોંગ્રેસના નેતાઓ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડા, ભરતસિંહ સોલંકી વાંસદાના ખૂળવેલ ખાતે સ્થળ પસંદગી માટે આવ્યા હતા. પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ રાહુલ ગાંધીની સભાને લઈ માહિતી આપી હતી. તો સાથે જ ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. (Rahul Gandhi meeting in Vansada)

કોંગ્રેસ પ્રભારીના ભાજપ AAP પર પ્રહાર રઘુ શર્માએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો CM ચહેરો ફેક છે. આમ આદમી પાર્ટીના CM ઉમેદવાર ઈશુદાન ગઢવી હજુ પોતાની બેઠક શોધતા ફરી રહ્યા છે. પહેલા તેઓ દ્વારકા ગયા અને પછી ખંભાળિયાથી ચૂંટણી લડવાનું એલાન કર્યું છે, આમ આદમી પાર્ટી સરકાર બનાવવાનો દાવો કરે છે પણ જમીન પર કાઈ નથી. તેઓની ડિપોઝિટ પણ દૂર થઈ જશે. તો બીજી તરફ ભાજપ પર (Raghu Sharma hits BJP) પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ આદિવાસી વિરોધી પાર્ટી છે. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details