ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસે ભૂતકાળમાં સંસ્થાનો બનાવ્યા એને ભાજપ વેચી રહી છે : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છાયાનિકા ઊનીયલે નવસારીની મુલાકાતે (Chayanika Uniyal visits Navsari) હતા. જ્યાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું હતું કે, હું લોકોને કહેવા માગું છું કે, હવે સવાલ કરવો જોઈએ. લોકતંત્રમાં સશક્ત વિપક્ષ જરૂરી છે. (Gujarat Assembly Election 2022)

કોંગ્રેસે ભૂતકાળમાં સંસ્થાનો બનાવ્યા એને ભાજપ વેચી રહી છે : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા
કોંગ્રેસે ભૂતકાળમાં સંસ્થાનો બનાવ્યા એને ભાજપ વેચી રહી છે : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા

By

Published : Nov 28, 2022, 1:31 PM IST

નવસારી :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીની કલાકો બાકી રહી છે. ત્યારે રાજ્યમાં તમામ પક્ષો (Chayanika Uniyal visits Navsari) લોકોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સાથે સાથે અન્ય રાજ્યના નેતાઓ પણ ગુજરાતમાં ધામા નાખીને પોતાની પાર્ટીના ગુણગાન ગાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છાયાનિકા ઊનીયલે નવસારીની મુલાકાત લીધી હતી. જ્યાં છાયાનિકા ઊનીયલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. (Gujarat Election 2022)

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છાયાનિકા ઊનીયલે નવસારીની મુલાકાતે

ભાજપ અને કોંગ્રેસમાં અંતરછાયાનિકા ઊનીયલે (Congress National Spokesperson) જણાવ્યું હતું કે, ભાજપે અઘોષિત ઇમરજન્સી લાવી દીધી હોય એવી સ્થિતિ ઉભી કરી છે. મોદીજી કહે છે કે ભાજપ અને કોંગ્રેસમાં અંતર છે, એ સાચી વાત છે. કારણ કે, કોંગ્રેસે ભૂતકાળમાં જે સંસ્થાનો બનાવ્યા એને આજે ભાજપ વેચી રહી છે. ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ગુજરાત બનાવવાની વાત કરે છે પણ નવસારીમાં પૂરમાં શું સ્થિતિ હતી. પીવાના પાણીની સમસ્યા શું છે, શાળાઓની સ્થિતિ શું છે. એટલે 27 વર્ષોમાં શું થયું એ પ્રજાએ સમજવું જોઈએ. (Chayanika Uniyal hits out BJP)

સરકારને સવાલો કરવા જોઈએકોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું હતું કે, કોંગ્રેસ સરકારને સવાલો કરવા જોઈએ, લોકતંત્રમાં સશક્ત વિપક્ષ જરૂરી છે અને લોકતંત્રમાં સરકારોના પરિવર્તન જરૂરી હોય છે, નહીં તો અઘોષિત તાનાશાહ જેવી સ્થિતિ બનશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં ક્યાંય દેખાતા ન હોવાની વાત પર તેઓ ગૂંચવાયા હતા. જોકે પૂર્ણ બહુમતીથી સરકાર બનાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details