ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્ણાનુ જળસ્તર વધતા નવસારીમાં પૂરની સ્થિતિ, લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અપીલ - news of navsari

નવસારી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાની લોકમાતાઓ બન્ને કાંઠે થતા નવસારી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. પૂર્ણા નદીની જળ સપાટી વધતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ છે. જેથી તંત્ર એલર્ટ બન્યું છે. આ સાથે જ અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવા સાથે ફૂડ પેકેટ્સના વિતરણની તૈયારી શરૂ કરવામાં આવી છે.

ETV BHARAT
પૂર્ણાનુ જળસ્તર વધતા નવસારીમાં પૂરની સ્થિતિ, લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અપીલ

By

Published : Aug 18, 2020, 12:47 AM IST

નવસારી: નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા અવિરત ભારે વરસાદને પગલે નવસારીની પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા વિરાવળ પુલ નજીક પાણી જોવા આવતા લોકોને પોલીસે સુરક્ષાને ધ્યાને રાખી નદી કિનારે કે પુલ પર જતા અટકાવ્યા હતા. નવસારીમાં પૂર્ણા ભયજનક સપાટીની નજીક પહોંચતા જ પાલિકા દ્વારા સતત નીચલા વિસ્તારોમાં ગાડીઓ ફેરવીને લોકોને સતર્ક કરવા સાથે જ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી છે.

પૂર્ણાનુ જળસ્તર વધતા નવસારીમાં પૂરની સ્થિતિ, લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અપીલ

પૂર્ણાના જળસ્તરમાં વધરો થવાના કારણે શહેરના ભેંસતખાડા, કાશીવાડી, રૂસ્તમવાડી, ગધેવાન મોહલ્લો સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે, ત્યારે દર ચોમાસે વધુ વરસાદથી પૂર્ણામાં પૂરની સ્થિતિ સર્જાય છે. વિપક્ષે આક્ષેપ લગાવ્યો તે, આજે સવારથી નદીના જળસ્તરમાં વધારો જોવાયો હતો તંત્ર દ્વારા વહેલું એલર્ટ કરવામાં આવ્યું નથી.

પૂર્ણાનુ જળસ્તર વધતા નવસારીમાં પૂરની સ્થિતિ, લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અપીલ

નવસારી શહેરમાં પાણી ભરાવાની માહિતી મળતા જ પાલિકા મુખ્ય અધિકારીએ પૂર્વ નગર સેવકો સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે જ લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details