ગુજરાત

gujarat

ETV Bharat / state

Fake Currency Note Racket: નવસારીમાં નકલી ચલણી નોટનું રેકેટ ઝડપાયું, જાણો શું હતી મોડસ ઓપરેન્ડી - Etv bharat gujrat navsari nakli not recet

રાજ્યમાં વધુ એક નકલી નોટોના રેકેટનો પર્દાફાસ થયો છે. નવસારીની વાંસદા પોલીસે બનાવટી ચલણી નોટોના જથ્થા સાથે એક પોલીસકર્મી સહિત ચાર ઠગબાજોને ઝડપી પાડ્યા છે. પાંચેય આરોપીઓ સામે વાંસદા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ નવસારી એસ.ઓ.જી પોલીસને સોંપવામાં આવી છે.

Fake Currency Note Racket
Fake Currency Note Racket

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2023, 2:20 PM IST

Updated : Oct 1, 2023, 2:50 PM IST

નકલી ચલણી નોટનું રેકેટ ઝડપાયું

નવસારી: વાંસદા પોલીસને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો જથ્થો બે ફોરવિલરમાં વાંસદા તરફ આવવાનો છે જેને લઇને વાંસદા પોલીસે સતર્કતા દાખવી વાંસદા ખાતે આવેલા ભીનાર ત્રણ રસ્તા પાસે પોલીસ દ્વારા નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમી વારી બે ગાડીઓ આવતા પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવી હતી.

37 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

પાંચ લોકોની સંડોવણી: તપાસ કરતા પાંચ ઈસમો પાસેથી 500ના દરની 2994 નંગ નોટનો જથ્થો મળી આવ્યો હતો. તેઓની પૂછપરછ પર જ કરતા યોગ્ય જવાબ આપ્યો ન હતો. પાંચેય ઠગબાજો અન્ય ગ્રાહકોને બનાવટી નોટ પધરાવતા પહેલા તેને વિશ્વાસ બેસે તે માટે ચકાસવા માટે અસલી નોટ આપતા હતા. જેથી ગ્રાહક તેમના જાળમાં ફસાઈ જતો હતો. ત્યારબાદ 15 લાખની ડુપ્લીકેટ નોટની સામે પાંચ લાખ અસલી નોટ મેળવતા હતા. બેગમાં મૂકેલી ડુપ્લીકેટ નોટો ઉપર અસલી નોટોની સુંદર રીતે સજાવટ કરતા હતા. જેથી પહેલી નજરે કોઈને પણ આ અસલી નોટોનો જથ્થો લાગે. આ સમગ્ર રેકેટમાં પાંચ લોકોની સંડોવણી હતી. જેમાં એક સુરત હેડ ક્વાર્ટર્સ ખાતે ફરજ બજાવતો કોન્સ્ટેબલ યોગેશ યુવરાજ હતો, જે હાલ આસારામ કેસમાં મહિલા સાક્ષીના હથિયારી સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવે છે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે.

શું હતી મોડસ ઓપરેન્ડી: આ ભેજાબાજોની એક ખાસ મોડસ ઓપરેન્ડી હતી. જેમાં તેઓ ખાસ કરીને પેટ્રોલ પંપ કે હોટલ ઉપર જઈ તેના સંચાલકોને પાંચ લાખ રૂપિયાની અસલી ચલણી નોટોની સામે 15 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટ આપવાની વાત કરતા હતા. જેમાં કોઈક સાથે જો ડીલ નક્કી થાય તો ભેજાબાજ પૈકીનો સુરતનો પોલીસ કોન્સ્ટેબલ આવી ચડતો હતો અને પિસ્તોલનો ડર બતાવી ગભરાટનો માહોલ ઉભો કરવામાં આવતો હતો. જેથી ડુપ્લીકેટ નોટ ખરીદવા માટે આવેલ ગ્રાહક પોલીસના ડરથી ગભરાઈને ઉતાવળે 15 લાખ ગણવાનું માંડીવાળી અસલ પાંચ લાખ રૂપિયા આપી મામલો પતાવટ કરી દેતા હતા. જેનો લાભ આ પાંચ ટોળકીને મળતો હતો આમ તેઓ પોતાનું મિશન પાર પાડતા હતા.

37 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે: વાંસદા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરવા સાથે 2994 નંગ બનાવટી ચલણી નોટ સાથે 6 નંગ 500 ની અસલી નોટ, 7 નંગ મોબાઈલ સરકારી પિસ્તોલ અને મેગેઝીન બે કાર મળી કુલ 37,42,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપવામાં આવી છે. જેમાં આ ટોળકી નોટ ચોક્કસ કયા પ્રકારેથી મેળવતી હતી, ડુપ્લીકેટ નોટ છાપતી હતી કે કેમ, ટોળકીમાં અન્ય સભ્યો છે કે કેમ અને ભૂતકાળમાં કોને બનાવટી નોટ પધરાવી છે તેને લઈને તપાસ કરવામાં આવશે.

'વાંસદા પોલીસે બાતમીને આધારે ડુપ્લીકેટ ચલણી નોટોનું રેકેટ ઝડપી પાડ્યું છે. જેમાં પાંચ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં તેઓ પાસેથી તપાસ દરમિયાન 15 લાખ જેટલી રકમની ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવી છે. આ પાંચ ઈસમો પૈકી એક પોલીસ કરમી પણ ઝડપાયો છે જેમની પાસેથી સર્વિસ રિવોલ્વર પણ મળી આવી છે. પાંચ આરોપી પૈકી ત્રણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. આ તમામ આરોપીઓની ધરપકડ કરી તેઓની પાસેથી મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે.' - સુશીલ અગ્રવાલ, પોલીસ વડા, નવસારી

  1. નકલી નોટોનું કૌભાંડ પકડવામાં સુરત પોલીસને મળી મોટી સફળતા, મુખ્ય સૂત્રધાર ઝડપાતા થયો મોટો પર્દાફાશ
  2. પોલીસે ડુંગર ખોદયો અને નીકળ્યો ઉંદર, એમ્બ્યુલન્સના પાછલા દરવાજે 25 કરોડ
Last Updated : Oct 1, 2023, 2:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details