નવસારી જિલ્લા પંચાયતની ખેરગામ બેઠક પરથી ચૂંટાયેલા સભ્ય વિદેશ જતા રહેતા બેઠક ખાલી પડી હતી. જેને લઈ રાજ્યભરમાં આયોજિત પેટા ચૂંટણીમાં ખેરગામ બેઠક માટે પણ મતદાન થઈ રહ્યું છે. વર્ષોથી કોંગ્રેસના પ્રભુત્વ હેઠળ રહેલી ખેરગામ બેઠક ઉપર આ વખતે કાંટાની ટક્કર જામી છે. કોંગ્રેસે ઈશ્વર પટેલ તો સામે ભાજપે પ્રશાંત પટેલને મેદાનમાં ઉતર્યા છે.
નવસારી જિલ્લા પંચયાતની ખેરગામ બેઠક માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર - gujarat
નવસારી: જિલ્લા પંચયાતની ખાલી પડેલી ખેરગામ બેઠક માટે ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરની બેઠક ઉપર મતદાન થયું હતું.
નવસારી જિલ્લા પંચયાતની ખેરગામ બેઠક માટે ચૂંટણીનો જંગ જામ્યો
મતદાન વચ્ચે બંને પક્ષે ના ઉમેદવારો તેમની જીત નો દાવો કરી રહ્યા છે.તો બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ રહ્યું છે.